વેકસીન લીધા બાદ કોરોના થવાના કેટલા ચાન્સ ?

છેલ્લા કેટલા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.સરકાર વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવી રહી તો લોકો કોરોના વેક્સિન લેશું તો કોઈ આડ અસર થશે એવા ડરથી વેક્સીન લેવાનું ટારી રહ્યા છે.

ડોક્ટરો કહી રહ્યા છે કે વેક્સીન લેવી ખુબજ જરૂરી છે.ત્યારે લોકોમાં એવી ભ્રમણા ચાલી રહી છે કે વેક્સીન લેવાથી કોરોના થાય છે.તો આજે અમે તમને આના વિષે સાચી માહિતી આપીશું.

એક ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોના વેક્સીન લીધા પછી કોરોના થતો નથી.કોરોના વેક્સીન લીધા પછી સામાન્ય આડ અસર જોવા મળે છે અને એ આડ અસર આવવી આપણા માટે ખુબજ જરૂરી છે.

ઘણા લોકો કોરોના વેક્સીન લીધા પછી પણ કોરોના પોઝેટીવ થયા છે.એવું નથી કે વેક્સીન લીધા પછી કોરોના નહિ થાય.જો થશે તો પણ તેની તીવ્રતા ખુબજ ઓછી થઇ જશે.તેથી ડોક્ટરી દ્વારા પણ વારંવાર લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવે છે.

વેક્સીન લીધા પછી જો તમે કોરોના પોઝેટીવ થશો તો તમારો જીવ તો બચી જશે અને કોરોનાથી વધારે ઈનફેક્ટ પણ નહિ થઇ શકો. વેક્સીન લીધા પછી જો તમને કોરોના થાય છે તો તેના લક્ષણો ખુબ જ માઈલ્ડ આવે છે.

જે લોકો એ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમના માટે વેક્સિનનો બીજો ડોઝ લેવો એ ખુબજ જરૂરી છે નહી તો વેક્સિનનો પ્રથમ ડોઝ પણ બેકાર બની જશે. માટે વેક્સીન નિયમો અનુસાર વેક્સીન લેવી ખુબ જ જરૂરી છે.

error: Content is protected !!