ધાબા ડુંગરી પાવાગઢ માનવામાં આવે છે કે અહીં દર્શન માત્રથી જ તકલીફો છુમંતર થઇ જાય છે.

મિત્રો આજે અમે તમને ધાબા ડુંગરી યાત્રાધામ વિષે જણાવીશું. આ યાત્રાધામ વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. આ યાત્રાધામ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ધાબા ડુંગરી યાત્રાધામ શક્તિપીઠ પાવગઢ નજીક આવેલું છે.

ધાબા ડુંગરીમાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જે એક ગુફાની અંદર આવેલું છે. માનવામાં આવે છે કે આ જગ્યા પર વિસ્વામિત્રએ તપસ્યા કરી હતી. તેનું તેજ આજે પણ આ જગ્યા પર મહેસુસ થાય છે.

આ પછી અહીં મહાશક્તિઓનું આહ્વાન કરીને કેદારનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવું હતી. અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. જે લોકો પાવગઢ દર્શન કરવા માટે આવા છે.

તે લોકો ધાબા ડુંગરી કેદારનાથ બાબાના દર્શન અવશ્ય પણે કરે છે. આ મંદિરમાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે. તમને આ ધાબા ડુંગરી યાત્રાધામમાં નાગદેવતા પણ જોવા મળશે.

શ્રાવણ મહિનામાં આ જગ્યાએ લાખો ભક્તો પોતાની પૂજા વિધિ કરવા માટે આવે છે. અહીં જે લોકો પણ પોતાના જીવનમાં આવતી તકલીફો અનુસાર વિધિ કરાવે છે. તો તેમને તે તકલીફ માંથી અવશ્ય પણે છુટકાળો મળે છે. માનવામાં આવે છે કે ધાબા ડુંગરી સ્થિત કેદારનાથ દાદાના દર્શન માત્ર થીજ તકલીફોથી છુટકાળો મળે છે.

error: Content is protected !!