૪૦૦ વર્ષ જૂનું સુખનાથ મહાદેવનું મંદિર કે જ્યાં મહાદેવના દર્શન માત્રથી ભક્તોને સુખની પ્રાપ્તિ થાય છે.

આજે અમે તમને સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ સુખનાથ મહાદેવ મંદિર વિષે જણાવીશું. સુખનાથ મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપર ગામમાં આવેલું છે. અહીં મહાદેવ સ્વયંમ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. આ મંદિરનો ઇતિહાસ ૪૦૦ વર્ષ જૂનો છે. અહીં ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા માટે આવે છે.

સુખનાથ મહાદેવના દર્શન કરનાર દરેક લોકોને સુખ પ્રાપ્ત થાય છે. અહીં ભક્તો અલગ અલગ માનતા લઈને મહાદેવના ચરણોમાં આવે છે. મહાદેવ અહીં આવતા તેમના દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. સુખપુર ગામમાં આજથી ૪૦૦ વર્ષ પહેલા નાથા દાદા રહેતા હતા. નાથા દાદા મહાદેવના સૌથી મોટા ઉપાસક હતા.

તેમની ભક્તિની પ્રસન્ન થઇને સુખનાથ મહાદેવ અહીં પ્રગટ થયા હતા. અહીં મંદિરની બાજુમાં નાથા દાદાનું સ્મારક આવેલું છે. અહીં આવતા દરેક ભક્તની મનોકામનાપૂર્ણ થાય છે. અહીં ભક્તો નોકરી. લગ્ન અને સંતાન પ્રાપ્તિની બાધા લઈને અહીં આવે છે. અહીં બિરાજમાન સાક્ષાત માહદેવ લોકોને સુખ પ્રદાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!