રાજકોટમાં કોરોના દર્દીના મૃત્યુ થયાના કલાકો વીતી ગયા પછી પણ પરિવારને જાણ ન કરવામાં આવી. પરિવારે કર્યું કંઈક આવું…
કોરોનાના કારણે અત્યારે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહયા છે.હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.એવા માં હોસ્પિટલોની ઘોર બેદરકારીના ઘણા કિસ્સોઓ સામે આવતા જ રહે છે.
હાલ હોસ્પિટલની એવી જ એક બેદરકારી સામે આવી છે.જેમાં દર્દીનું મૃત્યુ થઇ જતા દર્દીના પરિવારના લોકોને દર્દીના મૃત્યુ અંગે કોઈ જાણ જ નથી કરવામાં આવી. ત્યારે પરિવાર દ્વારા હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહયા છે.
આ ઘટના રાજકોટની છે કે જેમાં ઓક્સિજનની ઉણપથી એક દર્દીનું મૃત્યુ થઇ ગયું હતું પણ મૃત્યુ થવાનો ગણો સમય પસાર થઇ જતા પણ પરિવારે મૃત્યુ અંગે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી.તો પરિવારના લોકો જાતે PPE કીટ પહેરીને દર્દીને જોવા માટે હોસ્પિટલમાં ગયા ત્યારે તેમને ખબર પડે છે કે તેમના પરિવારના સભ્યનું તો મૃત્યુ થઇ ગયું છે.
પરિવારનું કહેવું છે કે અમને કાલે હોસ્પિટલ માંથી ફોન આવ્યો હતો કે હોસ્પિટલમાં ઓકસીજનની ઉણપ થઇ રહી છે તો તમે તમારા દર્દીને કોઈ બીજી જગ્યાએ લઇ જાઓ અથવા ઓક્સિજનની વ્યવસ્થા કળો.
પરિવારે ઓક્સિજની વ્યવસ્થા કરી અને થોડા જ સમયમાં દર્દીનું મૃત્યુ થઇ ગયું તો પરિવારનું કહેવું છે કે હોસ્પિટલ ઓક્સિજન માટે ફોન કર્યો પણ મૃત્યુ થવાની જાણ ના કરી અને પરિવારે હોસ્પિટલ સ્ટાફ પર ઓક્સિજનનો ફલૉ ઓછો કરી દેવાથી દર્દીનું મૃત્યુ થવાનો આરોપ લગાવ્યો હતો અને પરિવારે અત્યારે સુધી ૪.૫૦ લાખ રૂપિયા હોસ્પિટલને ચૂકવી દીધા છે.