હોસ્પિટલમાંથી સરખો જવાબ ના મળતા દર્દીના પરિવારે હોબાળો મચાવ્યો…
સમગ્ર દેશભરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે, તેની સાથે સાથે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી. હોસ્પિટલની બહાર લોકોની મોટી લાઈનો પણ થઇ ગઈ છે. તેથી કરીને લોકો મોટી તકલીફોનો સામનો કરી રહ્યા છે. લોકોના મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે અને સ્મશાનોમાં પણ ઘણી રાહ જોવી પડી રહી છે.
આ મહામારીની વચ્ચે હોસ્પિટલોની કેટલીક બેદરકારીઓના કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે, તેની સાથે સાથે લોકો ઘણા હેરાન પણ થતા હોય છે. તેવો જ એક કિસ્સો દમણના મારવાડમાં આવેલ સરકારી હોસ્પિટલમાં
કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે. તેની વચ્ચે હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવામાં વિલંબ થતો હોવાથી, દર્દીના પરિવારના સભ્યોને દર્દીની હાલત અંગે વ્યવસ્થિત જવાબ ના મળતા હોબાળો મચાવ્યો હતો.
હાલમાં થોડા દિવસોની પહેલા આ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનોએ અને બીજા કેટલાક લોકોએ હોસ્પિટલમાં આવીને તેમના દર્દીની વિષે યોગ્ય જાણકારી ના મળતા, ડોકટરના દ્વારા યોગ્ય સારવાર ના થતી હોય તેવા આક્ષેપો સહીત રોષે ભરાયા હતા.
દમણના ખારીવાડ વિસ્તારના એક દર્દીને દમણની સૌથી મોટી હોસ્પિટલ મારવાડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા દિવસો સુધી આ દાખલ કરાયેલ દર્દીની તબિયત સ્વસ્થ રહી હતી. પણ અચાનક જ આ દર્દીની તબિયત લથડી હતી અને તેના સ્વજનો હોસ્પિટલમાં ઘસી આવ્યા હતા.
જેથી પરિવારજનોએ દર્દી અંગેની પૂરતી માહિતી ન મળવાનો આક્ષેપ પણ કર્યો હતો, તેની સાથે સાથે રોષે ભરાયેલા સ્વજનોએ હોસ્પિટલના સ્ટાફ સાથે જેમતેમ બોલી ખરાબ વર્તન પણ કર્યું હતું. આ સ્વજનોએ મારામારી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમના આવા કૃત્યથી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો.