કોરોના પોઝેટીવ દર્દીઓના માનસિક તનાવને દૂર કરવા માટે કઇક આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ દુનિયા ભરમાં ફેલાઈ રહ્યું છે.દિવસેને દિવસે કોરોનાના કેશો પણ વધી રહ્યા છે.સુરતના વરાછા વિસ્તારમાં આઇસોલેશનમાં દર્દીઓ માટે સાનુકૂળ વાતવરણ ઉભું કરવામાં આવ્યું છે.સુરતના અલગ અલગ વિસ્તારોમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.જેમાં સામાજિક સંસ્થાઓ અને NGO આગળ આવી રહી છે.

સુરતના વરાછા વિસ્તારમાં યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.આ આઇસોલેશ વોર્ડમાં કુલ 35 બેડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામા આવ્યું છે.

ત્યારે કોરોના દર્દીઓને મોટીવેટ કરવા માટે ટ્રસ્ટના યુવાનો દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કોવીડ સેન્ટરમાં દર્દીઓ તણાવ મુક્ત થાય તેના પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે.

અત્યારે આખા ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.અને જે લોકો પણ કોરોનાથી સંક્રમિત થાય છે તે ખુબજ તણાવમાં રહે છે.ત્યારે યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના દર્દીઓને મોટીવેટ કરવા માટે ડાન્સ અને ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અને રોજ અલગ અલગ કાર્યક્રમો આ આઇસોલેશન સેન્ટરમાં કરવામાં આવે છે.આ કાર્યક્રમોમાં યોગા, મોટિવેશનલ સ્પીચ, ગરબા વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.અને હાલ આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

error: Content is protected !!