મુખ્યમંત્રી રૂપાણીની વારંવાર જાહેરાતો બાદ પણ દર્દીઓને હોસ્પિટલમાં ઓક્સિજન બેડ કેમ નથી મળી રહ્યા?

ગુજરાતમાં કોરોના વાઇરસથી પરિસ્થતિ ખુબજ વિકરી રહી છે.હોસ્પિટલ અને સ્મશાનોમાં પણ વેટીંગ જોવા મળી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં કોરોના કેસો અને મૃત્યુના આક્ડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.

લોકોનું માનવું છે કે કોરોના દર્દીઓનું મૃત્યુ શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે થાય છે.લોકોને હોસ્પિટલમાં ઓક્સિજનવાળા બેડ નથી મળી રહયા તેથી લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.

મારા મિત્રની માતાની તબિયત ખરાબ થઇ જતા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બીજા જ દિવસે શ્વાસની તકલીફ વધતા ત્યારે ઓક્સીજનવાળા ICU માં દાખલ કરવાની ફરજ પડી.

સિવિલ હોસ્પિટલના સ્ટાફએ જણાવ્યું કે અમારી પાસે ICU માં જગ્યા નથી તમે તેમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવો.પછી બીજી હોસ્પિટલમાં તાપસ કરતા જાણવા મળ્યું કે અમદાવાદની કોઈ હોસ્પિટલમાં ઓક્સીજનવાળો બેડ ખાલી નથી.

જો સરકારની કામગિરીની વાત કરીએ તો સરકારએ આ કોરોનાની બીજી લહેર બાદ કેટલીક વાર જાહેરાત કરી કે કોવીડ પેશન્ટો માટે 70 ટાકા ઓકસીજન વાળા બેડ રિઝર્વ રાખવા અને મેડિકલ સ્ટાફ પણ વધારવો.

હાઇકોર્ટ દ્વારા મુખ્યમંત્રીને આ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં 70 હજાર બેડ ઉપલબ્ધ છે.પણ તેમને એ નહતું કહ્યું કે આમાંથી ઓક્સિજનવાળા બેડ કેટલા છે.આટલી જાહેરાતો બાદ પણ લોકોને હોસ્પિટલમાં બેડમાં નથી અમલી રહ્યા.

error: Content is protected !!