૮૫ વર્ષના દાદીની આ એક વાત સાંભળીને ખજુરભાઈએ તરત જ દાદીના નવા ઘરનું કામ ઉપાડી લીધું, આ જોઈ દાદી પણ રડી પડ્યા.

હાલમાં થોડા મહિનાઓ પહેલા ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યું હતું, તેનાથી મોટા ભાગના લોકોને ઘણું નુકસાન થયું હતું, એવામાં ઘણા બધા આ લોકોની મદદ કરવા માટે આવ્યા હતા અને તેઓએ ઘણી મદદ પણ કરી હતી. એ વખતે ખજુરભાઈ પણ સૌરાષ્ટ્રની ધરતી પર લોકોની સ્થિતિ જોવા માટે આવ્યા હતા અને એ વખતે લોકોની સ્થિતિ જોઈને તેઓએ એ જ વખતે ઘર બનાવો મુહિમ હાથમાં પકડી હતી.

એ વખતે તેઓએ જરૂરિયાતમંદ લોકોને નવા ઘર બનાવી આપવાની મુહિમ હાથ ધરી અને તેઓએ અત્યાર સુધી ઘણી બધી તકલીફો વેઠીને લોકોની મદદ કરી હતી, હાલમાં સાવરકુંડલાના દેતડ ગામે એક ઘરડા માજી રહે છે. જેમની ઉંમર ૮૫ વર્ષની છે અને તેઓ ઘરમાં એકલા જ રહે છે, તેમના પતિ નથી અને તેમેને કોઈ બાળકો પણ નથી.

તેમના ઘરના પતરા પણ વાવાઝોડામાં ઉડી ગયા હતા અને ત્યારથી તે પતરા વગરના ઘરમાં એકલા રહી રહ્યા છે. જે વખતે ખજુરભાઈને ગામના લોકોએ એવું કહ્યું કે આ માજી એકલા રહે છે, તેમનું નામ સંતોંગ બેન વેકરીયા છે.

તેમને ઘણી તકલીફ પડી રહી છે. તો ખજુરભાઈ આ દાદી પાસે ગયા અને બધી વાત કરતા કરતા દાદીએ એવું કહ્યું કે તેમની પાસે પૈસા નથી એટલે જ પતરા વગરના મકાનમાં રહેવા મજબુર બન્યા છે.

આ સાંભળીને ખજુરભાઈએ બે દિવસમાં તેમનું ઘર બનાવવાનું ઉપાડી લીધું અને તેમને ઘર તો બનાવી આપ્યું અને તેમને ઘરમાં જરૂરી બધી જ વસ્તુઓ પણ લાવી આપી હતી, આ જોઈને દાદી પણ બોલ્યા કે તમારો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!