રસ્તા પર ૭૦ વર્ષના દાદી વસ્તુઓ વેચી રહ્યા હતા. તો એક યુવકે તેમની પાસે જઈને તેમના વિષે જાણ્યું અને દીકરો બનીને દાદીની કરી એવી મદદ કે દાદી રાજીના રેડ થઇ ગયા.

સુમસામ જગ્યા પર દાદી રસ્તા પર કઈ વેચ રહયા હતા, પણ તેમની પાસેથી કોઈ કશું લેતું ન હતું માટે તે જગ્યા પર ફરવા આવેલો યુવક આ દાદીને જોઈને તેમની પાસે ગયો અને તેમની સાથે વાતો કરવા લાગ્યો.

દાદીએ કહ્યું કે તેમની ઉંમર ૭૦ વર્ષની છે, તો પણ આ દાદીમાં પોતાના પરિવાર માટે ખુબજ મહેનત કરી રહયા છે. આ દાદીની મહેનત જોઈને યુવક તેમનાથી પ્રસન્ન થઇ ગયો હતો.

યુવકે જોયું કે દાદી કાકડી, ચણા મસાલા અને કેરી વેચીને પોતાની કમાણી કરે છે. દાદીએ કહ્યું કે સવારથી અત્યાર સુધી એક રૂપિયાની પણ કમાણી નથી થઇ. દાદીમાં પોતાના દીકરાથી અલગ રહે છે, માટે તેમને પોતાનું પેટ ભરવા માટે આટલી ઉંમરે મહેનત કરવી પડે છે. આ વાતો સંભારીને યુવક ખુબજ ભાવુક થઇ ગયો.

યુવકે નક્કી કર્યું કે તે આ દાદીની મદદ કરશે. આ દાદી પાસથી યુવકે ૧૦૦ રૂપિયાની કેરી લીધી. અને જયારે પૈસા આપ્યા તો યુવકે ૧૦૦ રૂપિયાની જગ્યાએ દાદી માને ૫૦૦૦ રૂપિયા આપ્યા હતા. આટલી મદદ મળતા જોઈને દાદી ખુબજ ખુશ થઇ ગયા. દાદીની મોઢા પર જે ખુશી હતી તે જોવા લાયક હતી.

યુવકે કહ્યું કે હવે એક બે દિવસ આરામ કરજો અને ખાજો. ભગવાન પર ભરોસો રાખજો તે તમને કોઈને કોઈ રીતે મદદ કરતા રેહશે. આજે ભગવાને મને મોકલ્યો છે. કાલે મદદ માટે બીજા વ્યક્તિને મોકલશે. ભગવાન તમારી જરૂરથી મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!