આ દાદા તેમના મૃત્યુ પછી બે કલાકમાં પાછા જીવીત થઇ ગયા, જયારે લોકોએ પૂછ્યું કે તમે ઉપર શું જોયું તો કહ્યું કંઈક આવું.

જે વ્યક્તિ આ દુનિયામાં જન્મ લે છે તેને આ દુનિયા છોડીને એકના એક દિવસ જવાનું જ છે. એવું પણ માનવામાં આવે છે કે માણસના મૃત્યુ પછી માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય છે અને તે આત્મા પરલોકમાં જતી રે છે. જે વખતે કોઈ વ્યક્તિનું મૃત્યુ આવવાનું હોય છે તે વખતે કુદરત તમને કોઈ સંકેત આપે છે અને તે સંકેત આપણે નથી જાણી શકતા.

જેમાં આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે વ્યક્તિના મૃત્યુ પછી માણસની આત્મા ક્યાં જાય છે, તેવો જ એક ચોંકાવનારો કિસ્સો હાલમાં થોડા વર્ષ પહેલા જોવા મળ્યો છે. જેમાં આ કિસ્સો ફિરોઝાબાદના જિલ્લા મુખ્યાલયના એક નાનકડા ગામ રામપુરનો છે.

જ્યાં એક વૃદ્ધનું બીમારીથી મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેઓ અચાનક જીવતા થઇ ગયા હતા. તેઓ જીવતા થયા તો તેમને દુરદુરથી જોવા માટે કેટલાય લોકો આવવા લાગ્યા. આ વૃદ્ધનું નામ ધ્યાનચંદ્ર હતું તેઓનું મૃત્યુ થઇ જતા તેમના ઘરના લોકોએ તેમની અંતિમ ક્રિયા કરવા માટે તૈયારી ચાલુ કરી દીધી હતી.

તેમને પરિવાર અને ગામના લોકો નનામીને લઈને સ્મશાને પહોંચ્યા ત્યારે આ દાદાના શરીરમાં અચાનક હલચલ થવા લાગી અને બધા લોકો આ જોઈને ચોકી ગયા હતા, તેઓ ફરીથી જીવિત થઇ ગયા હતા.

થોડા જ સમયમાં તેઓ ઉભા થઇ ગયા અને તેમના મૃત્યુ પછી જે થયું તે તેઓએ તેમના પરિવારને અને બાકીના લોકોને પણ જણાવ્યું હતું, તેઓએ એવું કહ્યું હતું મારુ મૃત્યુ થયા પછી તેમને મને કોઈ બે યમલોકના લોકો લઇ જઈ રહ્યા હતા. તેમને જ્યાં લઇ જવાના હતા ત્યાં તેમને કોઈ કારણે અંદર જવા દીધા નહતા અને તેથી તેઓને પાછા મોકલી દીધા અને આ દાદા જીવતા થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!