આજે આ દાદા-દાદી સવારથી ઉઠીને આખો દિવસ રડ્યા જ કરે છે, અને એવું કહે છે કે કઈ રીતે પરિવારનું પૂરું કરીશું.

આપણે એવા કેટલાય આપણી આસપાસ એવા પરિવારોને જોતા હોઈશું કે ત્યાં કોઈ દીકરાઓ નથી હોતા અને તેથી તેમના માં-બાપ ની જે સમયે ઉંમર થાય છે એટલે ઘણી મુશ્કેલીઓમાંથી તેમને પસાર થવું પડતું હોય છે. હાલમાં એક એવો જ પરિવાર જ્યાં દીકરાનું મૃત્યુ થઇ જવાથી માં-બાપ નોંધારા બન્યા છે. તેઓને તેમનું જીવન જીવવામાં પણ મોટી મુશ્કેલીઓ પડી રહી છે.

આ દાદાનું નામ પોપટ ભાઈ છે અને દાદીનું નામ લાભુબેન છે. તેમના દીકરાનું મૃત્યુ થઇ ગયું છે અને તેમનો દીકરો આજે આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેનું મૃત્યુ થઇ ગયા પછી દાદા-દાદી ખુબ જ રડે છે. તેમના પરિવારમાં ચાર લોકો છે અને તેમને ખાવા માટે પણ મોટી મોટી મુશ્કેલીઓ પડી રહી છે. આજે ઘરની બધી જ જવાબદારી દાદા-દાદી પર આવી ગઈ છે.

આજે આ દાદા-દાદી સવારે ઉઠીને આખો દિવસ રડ્યા જ કરે છે, અને એવું કહે છે કે અમારો દીકરો અમારું ચલાવતો હતો અને હવે અમારી પર બધી જવાબદારીઓ આવી ગઈ છે અમારાથી હવે સરખું દેખાતું પણ નથી અને હવે શું થશે તેની જ ચિંતા કર્યા કરે છે.

આજે આ દાદા-દાદી તેમની પૌત્રી જે હજુ તો પાંચમામાં જ ભણે છે અને તેને ભણાવવી છે અને તેની માટે તેઓને બહુ જ ચિંતા થઇ રહી છે. દાદા એવું કહે છે કે આ ઘરમાં કોઈ કમાવવા જઈ શકે એમ નથી અને તેથી જ એવું વિચારીને દાદા રડ્યા જ કરે છે.

આવા ઘણા બધા ગરીબ પરિવારો અહીંયા રહે છે તેમને મદદ કરવા આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!