ક્રિકેટર પૃથ્વી શો એ મહિલા ફેન સાથે સેલ્ફી લેવાની ના પાડતા, મહિલા ફેન એટલી ગુસ્સે ભરાઈ ગઈ કે મારમારી પર ઉતરી આવી, પછી થયું એવું કે.

મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જયારે આપણને આપનો પસંદીદા એક્ટર કે ખેલાડી દેખાઈ જાય તો આપણે તેની સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરતા હોઈએ છીએ પણ મુંબઈથી એક ઘટના સામે આવી છે કે સેલ્ફી લેવાની ના પડતા વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી.

જ્યાં યુવા ક્રિકેટર પૃથ્વી શો પર મહિલા ફેન તૂટી પડી હતી. વાત એમ છે કે પૃથ્વી શો.ગઈકાલે સહારા સ્ટાર હોટલમાં પોતાના મિત્રો સાથે ડિનર કરવા માટે ગયા હતા. ત્યાં તેમને જોઈને એક યુવતી તેમની સાથે ફોટો પડાવવા માટે આવી હતી,

થોડા ફોટા પડ્યા પછી યુવતીએ ફોટા પાડવાનું બંધ ના કરતા પૃથ્વીએ હોટલના મેનેજરને ફોન કરીને ફેનને હટાવવા માટે કહ્યું હતું. તેનાથી યુવતી અને તેનો મિત્ર ખુબજ ગુસ્સામાં આવી ગયા હતા,

હોટલની બાહ્ય ઉભા રહીને પૃથ્વીની રાહ જોવા લાગ્યા હતા. જયારે પૃથ્વી હોટલની બહાર નીકળ્યો ત્યારે યુવતી તેની સાથે મારામારી કરવા લાગી હતી અને તેને બેટ વડે પૃથ્વીની કારનો કાચ પણ તોડી નાખો હતો, આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઇ રહયા છે.

તરત જ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે, તે બે લોકોએ આરોપોને નકારી દીધા છે. તેમને કહ્યું કે પૃથ્વીએ તેમની સાથે પહેલા મારામારી કરી હતી, હાલ પોલીસ આ ઘટનાનો ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. હાલ આ ઘટના ખુબજ ચર્ચાનો વિષય બની છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!