ક્રિકેટ રમીને ખુરશીમાં બેસતા જ રાજકોટનો ત્રીસ વર્ષનો યુવક મોતને ભેટી ગયો તો, આજે ત્રણ વર્ષની દીકરી પિતાને યાદ કરીને ચોધારા આસુએ રડી રહી છે.
દિવસે અને દિવસે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે જેમાં કેટલાય લોકોનો જીવ પણ તેમાં જતા રહેતા હોય છે. છેલ્લા થોડા દિવસોથી ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેક આવવાથી કેટલાય યુવાનો તેમનો જીવ ગુમાવતા હોય છે.
રાજકોટમાં ૨૦ જ દિવસમાં ત્રણ ઘટનાઓ બની છે અને આ ઘટના બન્યા પછી બધા જ લોકો ચોકી ગયા હતા.રાજકોટમાં ક્રિકેટ રમતાં રમતાં જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ-એટેક આવતા તેઓ મેદાનમાં જ ઢળી પડ્યા અને તેઓ તેમના જીવનની મેચ હારી ગયા હતા.
માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મેચની ટુનાર્મેન્ટ ચાલી રહી હતી. જેમાં જીગ્નેશભાઈએ મેચમાં ભાગ લીધો હતો અને ખાલી મેચના ૩૦ રણ જ બાકી હતા. તેઓ આઉટ થઇ ગયા અને ખુરશીમાં આવીને બેસ્યા હતા.
તેઓ ત્યાં બેસ્યા હતા અને અચાનક નીચે ઢળી પડ્યા હતા અને તેઓને અટેક આવી ગયો હતો. આમ તેઓને આવી હાલતમાં જોઈને બધા જ લોકો દોડી ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયુ હતું. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને બધા જ લોકો તેમના મૃત્યુ બાદ દુઃખી થયા હતા.
આ ઘટના બન્યા પછી જયારે જીગ્નેશભાઈના પરિવારના લોકોને આ બનાવ વિષે જાણ થઇ તો બધા જ લોકો દુઃખી થયા હતા. જીગ્નેશભાઈને ત્રણ વર્ષની દીકરી છે અને પિતાના મૃત્યુ બાદ દીકરી પણ નોધારી બની છે અને આમ પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી દીકરી પણ રડી રહી છે અને હવે પરિવારે તેમનો આધાર સ્તંભ ગુમાવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.