કોરોનામાં પત્નીનું અવસાન થઇ જતા પત્નીની આત્માની શાંતિ માટે પતિ ચાલીને બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રાએ નીકળ્યા છે.
પ્રેમનો સાચો અર્થ બધા જ લોકો નથી જાણતા, જે લોકો પ્રેમ કરે છે તે તેમના પ્રેમને નિભાવતા પણ હોય છે. આજે આપણે એક એવા જ પ્રેમ વિષે જાણીએ જેની વિષે જાણીને તમે પણ ખુશ થઇ જશો.
ગુજરાતના ઢસા ગામના રણજીતભાઈ ગોલેતરે જેઓએ તેમની પત્નીનું કોરોનામાં અવસાન થઇ જતા તેમની આત્માની શાંતિ માટે ૧૨ જ્યોતિર્લિંગ અને ૪ ધામની યાત્રાએ ચાલીને નીકળ્યા છે.
અત્યારે કળયુગ ચાલી રહ્યો છે અને એવામાં પોતાની પત્ની પ્રત્યેના પ્રેમનો દાખલો આ વ્યક્તિએ બેસાડ્યો છે. રણજીતભાઈ ૧૮ જૂન ૨૦૨૨ ના રોજ ચાલીને નીકળ્યા છે અને તેઓ ૧૨ જ્યોતિર્લિંગ, ચાર ધામની યાત્રા પણ કરી હતી.
તેઓએ હાલ સુધી એક ધામ અને ૭ જ્યોતિર્લિંગની યાત્રા કરી લીધી છે. તેઓ હવે બાકીની યાત્રા માટે નીકળ્યા છે.તેઓએ તેમની યાત્રાની શરૂઆત ગુજરાતથી કરી હતી અને પહેલા જ્યોતિર્લિંગ સોમનાથથી તેઓએ યાત્રા કરી હતી.
ત્યારબાદ તેઓએ દ્વારકા પહોંચ્યા હતા અને આમ તેઓએ તેમની યાત્રા ચાલુ કરી હતી. પછી આગળ જામનગરના નાગેશ્વર જ્યોર્તિલિંગ પહોંચ્યા ત્યારબાદ મધ્યપ્રદેશના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ, પછી ઓમકારેશ્વર, ત્યારપછી ઘૃષ્ણેશ્વર, પછી ત્રંબકેશ્વર અને ભીમા શંકર જ્યોર્તિલિંગ અત્યારસુધી પુરી કરી છે.
આમ આગળ તેઓ વધી રહ્યા છે અને તેઓ જગન્નાથ પુરીના દર્શન કરીને તેમની યાત્રા આગળ વધાવશે, આજે તેઓ તેમની પત્નીની આત્માની શાંતિ માટે આ યાત્રા પર નીકળ્યા છે. તેઓ તેમની યાત્રા ઉત્તરાખંડના કેદારનાથ જ્યોર્તિલિંગના દર્શન કરીને પુરી કરશે અને તેમને આ યાત્રા પુરી કરતા ૧૨ મહિનાનો સમય લાગી જશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.