કોરોનામાં પત્ની ગુમાવી તો નાસીપાસ થવાને બદલે આજે પિતા બાળકો માટે સવાઈ માતા બની બાળકોને માં -બાપ બંનેનો પ્રેમ આપી રહ્યા છે.
આજે ફાધર્સ દે છે અને આજે અમે તમને એક એવા પિતા વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે જીવનમાં પિતાનું મહત્વ ખુબજ હોય છે. અલપોડના કિમ ગામે રહેતા દીપકભાઈ પ્રજાપતિ પોતાની પત્ની અને બે બાળકો સાથે ખુબજ ખુશીથી પોતાનું જીવન જીવી રહયા હતા.
પણ તેમના આ હસતા રમતા પરિવારને કોઈની નજર લાગી ગઈ.કોરોનાનની પ્રથમવેવમાં તેમની પત્નીને કોરોના થઇ ગયો હતો. જેમાં તે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. પત્નીના મૃત્યુ પછી તેમના પર બે બાળકોની જવાબદારી આવી ગઈ હતી.
નોકરીની સાથે સાથે પરિવારની પણ બધી જ જવાબદારીઓ તેની પર આવી ગઈ હતી પણ નાસીપાસ થવા વગર આજે કઠણ દિલે પરિવાર સાંભળી રહયા છે. પત્નીના મૃત્યુ પછી તેમને બાળકોનું એવું ધ્યાન રાખ્યું છે કે.
આજે તેમના બાળકોની માટે તે માતા પિતા બંનેની ફરજ નિભાવી રહ્યાં છે. તે આજે પોતાના બાળકોનું એવું ધ્યાન રાખી રહ્યા છે. બાળકોને કયારેય માતાની યાદ નહિ આવી રહ્યાં. આજે દિપક ભાઈ નોકરીની સાથે ઘરની બધી જ જવાબદારીઓ નિભાવી રહ્યાં છે. જમવાથી લઈએં વાસણ કપડાં બધું જ ધોવે છે.
બાળકોને ભણાવવાની જવાબદારી પણ તે આજે જાતે જ ઉપાડી રહયા છે. બાળકોને શાળાએ જતા પહેલા ટિફિન પણ તે જાતે જ બનાવી આપે છે. દિપક ભાઈનું કહેવું છે કે મેં મારા બાળકોને કયારેય તેમની માતાની યાદ નથી આવવા દીધી. એક બાપ પોતાન બાળકો માટે કઈ પણ કરી શેક છે.