હોસ્પિટલના સ્ટાફે જીવિત વ્યક્તિના પરિવારને મૃતદેહ લેવા બોલાવી લીધા
હાલમાં કોરોના લોકોની ઉપર હાવી થઇ ગયો છે અને તેવામાં હોસ્પિટલો પણ પૂરજોશે ભરાઈ રહી છે,અને લોકોને હાલમાં ઘણી મોટી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને જેમાં કેટલીક વાર હોસ્પિટલોની બેદરકારી થતી હોય છે તેવો જ એક કિસ્સો રાજકોટની સિવિલમાંથી બહાર આવ્યો છે અને ત્યાં મોટી બેદરકારી સર્જાઈ છે.
હાલમાં અવાર નવાર હોસ્પિટલો બેદરકારી કરી રહી છે અને તેવામાં જ રાજકોટની સિવિલ હોસ્પિટલનો છે જેમાં હોસ્પિટલના લોકોએ પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે,તમારી માતાનું મૃત્યુ થઇ ગયું છે અને તેથી તેમને તમે અહિયાંથી લઇ જાઓ,અને ત્યારે જ તેમનો પરિવાર તેમને લેવાની માટે હોસ્પિટલમાં પહોંચ્યો હતો તો જાણવા મળ્યું કે,તેમના માતાની તબિયત એક દમ સારી છે.
વાંકાનેરની ગાયત્રી સોસાયટીમાં રહેતા હીરાબેન છગનભાઈ પટેલ તેમને શ્વાસ લેવાની તકલીફ પડી હતી અને તેથી તેમને થોડા દિવસોની અગાઉ રાજકોટ લઇ જવાય હતા અને તેમને ૬ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ બીજા જ દિવસે હોસ્પિટલ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી હીરાબેનને સમરસ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને તેના પાછળ દિવસે ફરીથી ફોન કર્યો હતો અને એવું જણાવ્યું હતું કે,તેમનું મૃત્યુ થઇ ગયું છે.
તેમને અંતિમ દર્શન માટે પણ બોલાવવામાં આવ્યા હતા,અને આ પરિવાર જયારે હોસ્પિટલમાં પહોંચ્યો અને તેમને હીરાબેનનો મૃતદેહ મળ્યો નહતો અને તેનાથી તેમના મૃત દેહની શોધ ખોળ કરવામાં આવી હતી
અને હીરાબેનનો મૃત દેહ નહતો મળ્યો.તેવામાં જ સમરસ હોસ્પિટલમાંથી કોઈ નર્સે ફોન કરીને હીરાબેનને વાત પણ કરાઈ હતી આ જોઈને પરિવાર આશ્ર્યચકિત થઇ ગયો હતો અને હીરાબેન જીવે છે તે વાર જાણીને પરિવાર ખુબ જ ખુશ છે અને આવી મોટી હોસ્પિટલની બેદરકારીથી લોકો લાલ ગુમ થઇ ગયા છે.