આ મહિલાએ જણાવી સિવિલ હોસ્પિટલની સાચી હકીકત, જાણીને એકવાર તમે પણ વિચારમાં પડી જશો
હાલ કોરોનાની બીજી લહેર આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે એક જ દિવસમાં કોરોનાના હજારો કેસો બહાર આવી રહ્યા છે.એકદમ કોરોનાના કેસો વધતા સરકાર પણ હવે હરકતમાં આવી ગઈ છે.
આને કારણે અમુક અમુક જિલ્લાઓ અને રાજ્યોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.અને જ્યાં લોકડાઉન નથી લગાવવામાં આવ્યું ત્યાં પોલીસ દ્વારા કાયદાનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.
અત્યારે એક વિડીયો સોસીયલ મીડિયા ખુબજ વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા કે જેનું નામ સુજાતા છે કે જે કહી રહી છે કે હું મોરબીની છુ મેં ટ્રીટમેન્ટ માટે મોરબીમાં ઘણી જગ્યાએ ટ્રાય કર્યો હતો પણ ડોક્ટરો ખાલી ફાઈલ ચેક કરવાના બહાને તેમના ખિસ્સા ભરે છે
આ પછી હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ અને હું તમને કહેવા માંગુ છુ કે સિવિલનું નામ સંભારીને ડરવાની કોઈ જરૂર નથી અહીંયા બધી જ ટ્રીટમેન્ટ મળે છે. ખાલી થોડા સ્ટાફની અછત પણ આપણે આવ સમયમાં તેમને હિંમત આપવાની છે.
જયારે હું અહીં સારવાર માટે આવી ત્યારે ખુબજ ડરી ગઈ હતી પણ આજે ડોકટર દ્વારા અમને ખુબજ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને હું આવી ત્યારે થોડી સફાઈનો પણ અભાવ હતો પણ આજે કર્મચારીઓ દ્વારા ખુબજ સરસ કામ કરવામાં આવ્યું છે.
એટલે સિવિલનું નામ સંભારીને ડરવાની કોઈ જરૂર નથી.અહીં બધીજ સારવાર મળે છે.ડોક્ટર અને સ્ટાફ પણ ખુબજ સારો છે.લોકો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ને લોકોને ખુબજ ડરાવી રહ્યા છે.તમારે લોકોને ડરવાની કોઈ જરૂર નથી.