હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આવનારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી, દેશ ભરમાં આ તારીખથી વરસાદ શરુ થઇ જશે.

દેશના ચોમાસાને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આવનારા ચોમાસાને લઈને કેટલીક આગાહીઓ કરવામાં આવી છે. 1 જૂનથી દેશમાં ચોમાસાનું આગમન થઇ શકે છે

અને આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવમાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશમાં કોરોનાની વચ્ચે આવનાર ચોમાસાને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ 1 જૂન સુધી કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે દર વર્ષે આ તારીખની આસપાસ ભારતના દક્ષિણી ભાગમાં ચોમાસુ આવી પહોંચે છે. હાલ હવામાન વિભાગ દ્વારા ફક્ત આગાહી કરવામાં આવી છે કે 1 જૂનથી દેશમાં ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.

આ સાથે ૧૫ મેં ના રોજ હવામાન વિભાગ દ્વારા આવનારા ચોમાસા અંગે સત્તવારા માહિતી આપવામાં આવશે અને 31 મેં ના રોજ દેશ ભરમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવામાં આવશે.

જો વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આપવામાં આવેલી આગાહીની તો ગુજરાતમાં આ વર્ષે સામાન્ય વરસાદ થશે. આ વર્ષે અતિવૃષ્ટિ થવાની સંભાવના ખુબજ ઓછી છે. માટે ખેડૂતોના પાકને પણ ઓછું નુકસાન થવાની સંભવના છે અને ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસુ બેસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

error: Content is protected !!