છેલ્લા ૧૭ વર્ષથી આ માતા પિતા પોતાની દિકરીને જોઈને રડી પડે છે, તેમની પાસે દીકરીની સેવા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

એક માતા પિતા માટે પોતાના બાળકો સૌથી મહત્વના હોય છે. માતા પિતા પોતાના બાળકોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. દિલ્હીના રામપુર વિસ્તારમાં એક આવા જ મજબુર માતા પિતા છે. જે છેલ્લા ૧૭ વર્ષથી પોતાની દીકરીની હાલત જોઈને રડે છે. પોતાની દીકરી માટે તે કઈ નથી કરી શકતા એ વિચારીને માતા પિતા આખો દિવસ રડતા રહે છે.

આ દંપતીની આ એક જ સંતાન છે. માતા પિતા પોતાની દીકરીને કોઈપણ રીતે સાજી કરવા માંગે છે. કારણ કે તેમની દીકરી તેમનો એકલો જ સહારો છે. માતા પિતાની બનતી દરેક વસ્તુ પોતાની દીકરી માટે કરી ચુક્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ પણ એટલી કઈ સારી નથી કે તે દીકરીની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી શકે.

દીકરી જયારે જન્મી ત્યારથી કઈ બોલી કે સાંભરી કે ચાલી શકતી નથી. આખો દિવસ આરામ પર જ રહે છે. જયારે તેના શરીરમાં અસહ્ય પીડા થાય ત્યારે તે તેની માતાને બૂમ પડે છે. માતા આવીને થોડો હાથ ફેરવી દે તો દીકરી શાંત થઇ જાય છે.

આવું છેલ્લા ૧૭ વર્ષથી થઇ રહ્યું છે. માતા પિતાએ ભેગા કરેલા બધા જ પૈસા ખર્ચ થઇ ગયા છે. આજે આ માતા પિતાને પોતાની દીકરી માટે મદદની ખુબજ જરૂર છે. ૧૭ વર્ષની દીકરી માતા પિતા સામે બીમાર પડી હોય તો

તે માતા પિતાની વેદનાની કલ્પના જ કરવી મુશ્કિલ બની જાય છે. જે લોકોને આ બાળકી વિષે ખબર પડે છે. તે પોતાની યથાશક્તિ પ્રમાણે આ પરિવારને મદદ કરે છે. હવે માતા પિતા દીકરી જીવે ત્યાર સુધી તેની સેવા કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!