મારી પાસે છાપરું બનાવવાના પણ પૈસા નથી મજૂરી મળે તો ખાઈએ છીએ, નઈ તો ભૂખ્યા સૂવું પડે છે…

આપણી આ દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે કે, તેઓને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી જતું હોય છે. તેઓ તેમના ગુજરાન ચલાવવા અને પેટ ભરવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે, પણ તેમ છતાં એક ટાઈમનું ખાવા માટે પણ ફાંફા મારવા પડે છે. તેવો જ એક પરિવાર જે સુરેન્દ્રનગરમાં હાઇવે ઉપર પુલના છેડે એક ખાટલાનો છાંયડો કરીને રોડ ઉપર રહે છે.

આ પરિવારમાં એક મહિલાનું નામ જવજીબેન છે, તેમના ત્રણ દીકરા, બે દીકરીઓ, મારા પતિ અને બાપા છે. જેમાં તેમના બાપા ખાટલે બીમાર પડ્યા છે, તેમની સારવાર કરાવવા માટે પણ તેમની પાસે પૂરતા પૈસા નથી.

આ મહિલા એવું કહે છે કે, અમારે રહેવા માટે કોઈ ઘર નથી. અમે અહીંયા એક ઝૂંપડું બાંધ્યું હતું, પણ રાતમાં આખી ઝૂંપડી અને સમાન લઈને કોઈ જતું રહ્યું. ત્યારબાદ આ એક ખાટલાની નીચે આમ અમારે રહેવું પડી રહ્યું છે.

આ બહેન એવું કહી રહ્યા છે કે તેમણે જો કોઈ આપી જાય તો તેઓ ખાય છે નઈ તો ભૂખ્યા જ સુઈ જાય છે. તેમને તેમનું ગુજરાન ચલાવવા માટે ઘણી મોટી મહેનત પણ કરવી પડે છે. અમે લોકો છૂટક મજૂરી કરીએ છીએ, અમે ખુબ જ ગરીબ માણસો છીએ.

જેથી અમારી પાસે હાલમાં ખાવા માટે રોટલો અને સુવા માટે ઓટલો નથી. લોકડાઉનમાં બાજુના ગામ વાળા લોટ અને ખાવાનું ઘણી વાર આપી જતા હતા નઈ તો અમે બબ્બે દિવસ સુધી ભૂખ્યા રહીને અમારું ગુજરાન ચલાવતા હતા.

error: Content is protected !!