મરતોલીમાં ચેહરમાં આજે પણ પોતાના ભક્તોને સાક્ષાત પરચા આપે છે. જાણો તેમના ઇતિહાસ વિષે.

આજે અમે મરતોલીમાં સાક્ષાત બિરાજમાન એવી માં ચેહરમાં ના ઇતિહાસ વિષે જણાવી શું. આજથી 1000 વર્ષ પૂર્વે વસંતપંચમીના પવિત્ર દિવસે કેસુડાના વૃક્ષ નીચે હલાડી ગામમાં તેમનો જન્મ થયો હતો.

માતાજીનો ઉછેળ રાઠોડ પરિવારમાં અને લગ્ન વાઘેલા પરિવારમાં થયા હતા. જેમનું ગામ તેરવાડા હતું. તેમના લગ્નના થોડા જ સમયમાં તેમના પતિનું અકાળે મૃત્યુ થઇ ગયું હતું.

તેમના સાસરીવાળા તેમને તેમના પતિના મૃત્યુના પાછળ જવાબદાર માનતા હતા. તેથી તેમની સાથે સારું વર્તન કરતા ન હતા. ચેહરમાં પહેલાથી જ આધ્યત્મિક હતા. તેથી માં ચેહર ગુરુ ઓગાળનાથ ના ભક્ત બન્યા.

ગુરુ ઓગાળનાથે માં ચેહરને તાલીમ આપીને તાંત્રિક વિદ્યામાં યોગ્ય બનાવ્યા. માતાજીએ તેરવાડા ગામ છોડી દીધું અને બનાસકાંઠાના મરતોલી ગામમાં સ્થાઈ થયા.

ચેહરમા ના આશીર્વાદથી અમુક લોકોની માનતા ફાળવા લાગી. ઘણા લોકોના તો ધાર્યા કામ થવા લાગ્યા. માં ચેહરે રબારીઓને પરચો આપ્યો ને વરખડી નીચે જાતે જ ફૂલનો ઢગલો થઇ ગયા અને બાજુમાં કુમ કુમ પગલાં પાડ્યા.

હાલ મંદિર પાસે હયાત વરખડી 900 વર્ષ જૂની માનવામાં આવે છે. માતાજીના મંદિરની પ્રતિસ્થા હતી. આ વાતની જાણ થતા ગામે ગામ ઉમટી પાડ્યા. ફક્ત 5 લાડવા જ વધ્યા હતા.

તેની પર ચૂંદડી ઢાંકીને પૂજારી એ કહ્યું કે માં હવે તું જ લાજ રાખ જે અને થોડીવાર પછી જોયું તો ઓરડામાં લાડવા જ લાડવા હતા. બધા જ ભક્તો પ્રસાદ મળ્યો અને તો પણ વધ્યો પછી આજુ બાજુના ગામમાં વેચવામાં આવ્યો હતો. આજે પણ આ 5 લાડવા મંદિરમાં હયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!