ચાલુ વરઘોડે પોલીસ આવીને DJ લઇ ગઈ…
હાલમાં કોરોનાએ મોટી કહેર મચાવી દીધી છે અને તેની વચ્ચે હાલમાં સ્થિતિ એટલી હદે ગંભીર છે કે જેનો કોઈ અંદાજ નથી.તેવામાં સરકાર દ્વારા કેટલીક અગત્યની ગાઈડલાઈનો પણ નક્કી કરવામાં આવી છે અને લોકો આ ગાઈડલાઇનનું સતત ઉલ્લઘન કરતા નજરે જોવા મળી આવે છે,અને તેવા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે.
હાલમાં સરકારની ગાઈડલાઈનની વિરુદ્ધનો એક કિસ્સો નજર સામે આવી રહ્યો છે.સાબરકાંઠાના પ્રાતીજ તાલુકામાં અમરાપુર ગામે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો.આ લગ્ન પ્રસંગમાં લોકોની મોટી ભીડ એકત્ર થયેલી જોવા મળી હતી
અને તેટલું જ નહિ આ ભીડમાં એકત્ર થયેલા લોકોમાં અમુક લોકોએ તો માસ્ક પણ નહતા પહેર્યા,સામાજિક અંતર પણ નહતું જાળવ્યું અને લોકો ભેગા થઈને કોરોના છે કે નઈ તેનું ભાન ભૂલીને ડીજે ની મોજમાં નાચી રહ્યા હતા.આ વાતની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસે દરોડા પડ્યા હતા.
પોલીસે ડીજે સહિતનો માલ જપ્ત કરી લીધો છે અને ૧૭ જેટલા લોકોની સામે ફરિયાદ પણ નોંધી છે.વરરાજા,વરરાજાના પિતા અને ત્યાંના ૧૭ લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે.આ લોકો કોરોનાને ભૂલીને ખાલી ડીજેના તાલે નાચવામાં મશગુલ થઇ ગયા હતા અને પોલીસે તેમની સામે કાર્યવાહી પણ કરી છે.
હાલમાં એક બાજુ આખા રાજ્યની બધી જ હોસ્પિટલો ફુલ થઇ ગઈ છે અને ત્યાંના સ્વાસ્થ્ય કર્મીઓ રાત દિવસ એક કરીને કોરોનાના દર્દીઓને તૈયાર કરવાની માટે મહેનત કરી રહ્યા છે અને આ લોકો આવી રીતે કોરોનાનું ભાન ભૂલીને તેમની જ મસ્તીમાં ખોવાઈ ગયા છે.