વરરાજાને ચાલુ લગ્નમાં બુલેટ મંગાવી ભારે પડી ગઈ, કન્યા પક્ષે કર્યું કંઈ એવું કે વરરાજાના હોશ ઉડી ગયા.

આમ તો દહેજની માંગણી કરતા લોકોના ઘણા કિસ્સાઓ તમે સંભાર્યા હશે. એક એવો જ કિસ્સો ઉત્તરપ્રદેશના અમેઠી માંથી સામે આવ્યો છે. કે જ્યાં દહેજ માંગનાર વરરાજા અને તેના પિતાને દુલ્હનના ઘરવાળાએ એવો પાઠ ભણાવ્યો કે હવે તે કોઈની પાસેથી દહેજ નહિ માંગે અને તેમને આ ઘટના જિંદગી ભર યાદ રહેશે.

આ ઘટનામાં થયું એવું કે લગ્નની વચ્ચે અચાનક વરરાજા બુલેટની માંગ કરવા લાગ્યા. પણ બુલેટ મંગાવી કરવી વરરાજાને ભારે પડી ગયું. દુલ્હનના ઘરવાળાએ વરરાજાને એવો મેથીપાક આપ્યો કે તેમને જીવન ભાર યાદ રહેશે

સાથે સાથે પોલીસને પણ બોલાવી અને જ્યાં સુધી પોલીસના આવી ત્યાર સુધી તેને એક રૂમમાં પુરી રાખ્યો. વરરાજાની સાથે તેના પિતાને પણ દુલ્હનના ઘરવાળાએ મેથીપાક ચખાડ્યો હતો.

આ ઘટના અમેઠીની છે. જાન રાયબરેલીથી આવી હતી. વરરાજાનું નામ મહંમદ આમિર હતું. તે લગ્ન કરવા માટે સ્ટેજ પર બેઠો અને લગ્ન ચાલી રહ્યા હતા. ત્યારે ખાવાની રસમમાં વરરાજાએ અચાનક બાઈકની જગ્યાએ બુલેટની માંગ કરી દીધી.

આ સાથે દુલ્હનના ઘરવાળાએ બુલેટની માંગ સ્વીકારી લીધી અને 2 લાખનો ચેક પણ આપી દીધો પણ વરરાજા અને તેને પિતા જો બુલેટ આપશો તો જ વિદાય થશે એની જીદ પકડીને બેસી ગયા. ત્યારે દુલ્હનના ઘરવાળાને ગુસ્સો આવ્યો અને બંનેને મેથીપાક ચખાડીને પોલીસ ભેગા કરી દીધા.

error: Content is protected !!