લગ્નમાં ગ્રહ શાંતિની વિધિ ચાલતી હતી, વાવાઝોડું આવ્યું અને મંડપ જ ઉડાવી ગયું…

હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે કેટલીક મહત્વની ગાઈડલાઈનો જારી કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં ૫૦ અને મરણમાં ૨૦ જ લોકોને પરવાનગી આપવામાં આવી છે.

તેવામાં હાલ ગુજરાત સહીત બીજા અનેક રાજ્યોમાં લોકો લગ્ન પ્રસંગો માનવી રહ્યા છે. તેની વચ્ચે હવામાંન વિભાગે કેટલીક આગાહી પણ કરી હતી કે શુક્રવારથી આવતા ત્રણ દિવસોમાં વરસાદ પડી શકે છે.

તેની વચ્ચે છોટા ઉદેયપુરમાં બોડેલીના કથોલા ગામે એક લગ્ન પ્રસંગમાં એકાદ દિવસ અગાઉ ગ્રહ શાંતિની વિધિ ચાલી રહી હતી તેવામાં અચાનક વાવાઝોડું આવ્યું અને તેમાં મંડપ ઉડાવી ગયો હતો.

જેનો એક વિડિઓ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો હતો. આ વાવાઝોડું એટલું ભયાનક હતું કે, મંડપ નીચેથી થાંભલાઓની સાથે જ ઉડી ગયો હતો જેને પકડવા જતા ૩ જેટલા યુવાનોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી.

અહીંયા વાવાઝોડામાં એટલો ભયંકર અને ભારે પવન ફૂંકાયો હતો એમાં આ મંડપ ઉડીને ક્યાંય દૂર જતો રહ્યો હતો. આ મંડપને વાવાઝોડાથી બચાવવાની માટે લગ્નમાં આવેલા લોકોએ ઘણો પ્રયાસ કર્યો હતો

તેમ છતાં પવન એટલો ભયાનક હતો કે જેથી કોઈ રોકી શક્યું નહતું અને મંડપ ઉડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો એક વિડિઓ પણ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થયો છે.

error: Content is protected !!