દુલ્હન અચાનક મંડપમાંથી ગાયબ થઇ ગઈ પછી જયારે કારણ સામે આવ્યું તો દુલ્હનનો પરિવાર અને વરરાજા પણ પ્રશંશા કરવા લાગ્યા. એવું તો શું થયું હશે…
લગ્ન મંડપમાંથી દુલ્હન અચાનક ગાયબ થઇ જતા લોકો વાતો કરવા લાગ્યા કે દુલ્હનને વરરાજા પસંદ ન હોવાથી તે લગ્ન છોડીને નાસી ગઈ છે. પણ સાચી વાત તો કઈ અલગ જ છે. દુલ્હન મંડપમાંથી અચાનક ગાયબ થઇ જતા લોકો એને શોધવા માટે નિકરી ગયા. પણ થોડીવાર પછી લોકોને સચ્ચાઈ ખબર પડી ત્યારે બધા લોકો આ દુલ્હનની પ્રશંશા કરવા લાગ્યા.
આ ઘટના ઉત્તરપ્રદેશના રામપુરની છે. જ્યાં પૂનમ નામની છોકરીનું રવિવારના દિવસે લગન હતું. એક બાજુ ઘરે જાન પણ આવી ગઈ હતી. ત્યારે અચાનક દુલ્હન મત ગણના કેન્દ્ર પોહંચી ગઈ હતી.
પૂનમ તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહી હતી અને જ્યાં એક બાજુ તેના લગ્નની રસમો ચાલતી હતી ત્યારે તેને સમાચાર મળ્યા કે તે ચૂંટણી જીતી ગઈ છે આ સમાચાર મળતાની સાથે જ પૂનમ દુલ્હનના કપડાં પહેરેલી હાલતમાં મત કેન્દ્ર પર તેની જીતનું પ્રમાણપત્ર લેવા પહોંચી ગઈ હતી.
પૂનમને દુલ્હનના કપડામાં પહોંચેલી જોઈને કેન્દ્રના અધિકારીઓ પણ ચોકી ગયા. જયારે પૂનમના ઘરે બધાને આ વાતની જાણ થઇ કે પૂનમ ચૂંટણી જીતી ગઈ છે ત્યારે બધા લોકો ખુશ થઇ ગયા.
પણ જયારે તે અચાનક કોઈ ને કહ્યા વગર જ ઘરેથી નીકળી ગઈ હતી ત્યારે બધાના જીવ અધ્ધર થઇ ગયા હતા અને લોકો તેના વિષે ઘણી બધી વાતો કરવા લાગ્યા હતા. લોકોતો માની ચુક્યા હતા કે લગ્ન હવે તૂટી ગયા છે. પછી જયારે લોકોને આ ઘટનાની જાણ થઇ ત્યારે બધાજ લોકો ખુશ થઇ ગયા હતા.