આ યુવકને ચા પિતા-પિતા આવી ગયો એક એવો વિચાર કે તેમાંથી આજે દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

આજની યુવા પેઢી હંમેશા તેમના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરતા જ રહેતા હોય છે. આજે આપણે ગુજરાતના એવા કેટલાક મિત્રો વિષે વાત કરીએ જેઓ ક્રિકેટની એક એપ્લિકેશન બનાવીને આજે વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરે છે. યુવા પેઢીને ક્રિકેટની રમતનો ઘણો શોખ હોય છે અને ઘણા એવા લોકો પણ હોય છે જે બધી જ મેચો જોતા હોય છે.

એક પણ છોડતા નથી. IPL એ એક અમદાવાદના યુવક જે એન્જીનીયર છે અને તેની માટે આવકનું સાધન બની ગયું છે. આ યુવકનું નામ અભિષેક દેસાઈ છે, જે પાંચ વર્ષ પહેલા તેના કેટલાક મિત્રોની મદદ લઈને એક એપ્લિકેશન બનાવી હતી. અભિષેકે વર્ષ ૨૦૦૪ માં તેમના મિત્રોના સાથે રહીને GDCORP નામની એક કંપનીની શરૂઆત કરી હતી.

તેઓએ ઘણી એવી એપ્લિકેશન બનાવી અને પછી વર્ષ ૨૦૦૭ માં પેટપૂજા નામની એક એપ્લિકેશન બનાવી હતી. તેમાં પણ અમદાવાદના સો થી પણ વધારે રેસ્ટોરન્ટ જોડાયેલા છે અને આ લોકો આ એપથી તેમના ઘરે જ જમવાનું મંડાવી શકે છે. તેઓએ એક વખતે અભિષેક ચાની દુકાને બેસ્યો હતો અને તેની પાસે એક મેદાન હતું જ્યાં કેટલાક લોકો ક્રિકેટ રમતા હતા.

એવામાં ત્યાંથી કેટલાક છોકરાઓ ચા પીવા આવ્યા અને તેમને મેચ બાબતે ચર્ચા કરતા સાંભળ્યા પણ આ બધી ચર્ચા ડેટા વગરની હતી અને તેમનો રેકોર્ડ પણ ખાલી કાગળ પર જ હતો તેથી અભિષેકે નક્કી કરી લીધું કે તે એપ બનાવશે. અભિષેકે તેમના મિત્રો અને પરિવારને આ બાબતે બધી યોજનાની વાત કરી અને તેમનો આ વિચાર બધા લોકોને પસંદ આવ્યો હતો.

વર્ષ ૨૦૧૬ મા ક્રિક હીરોઝ નામની એપ બનાવી હતી અને તેઓએ ધીમે ધીમે જ્યાં જ્યાં પણ આ મેચો રમાતી હતી ત્યાં બધા લોકોને કોન્ટેક્ટ કર્યો અને તેનાથી તેમની એપનું મહત્વ વધી ગયું. તેમની આ એપ અત્યાર સુધીમાં વીસવભારમાં ૭૦ થી ૭૫ દેશોમાં થઇ ગઈ છે અને તેને વાપરવા વાળા વ્યક્તિ ૯૫ લાખ પર થઇ ગયા છે અને તેમાંથી તેઓ વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!