આ કરોડપતિ વ્યક્તિ પોતાના જીવની ચિંતા કર્યા વગર હોસ્પિટલમાં આવતા લોકોની સેવા કરી રહ્યા છે.
કોરોના દર્દીની નજીક જતા ઘરના લોકો પણ ડરતા હોય છે. ત્યારે પોરબંદરના બિલ્ડર અને સમાજ સેવક કોરોના દર્દીઓના વહારે આવ્યા છે. પોતાનો કામ ધંધો છોડીને સેવાના કામે લાગ્યા છે.
પોરબંદર સિવિલમાં આવતા દર્દીઓના કેસ કાઢવાથી લઈને પથારી સુધી લઇ જવાની ફરજ બજાવે છે. કોરોના દર્દી માટે ચા, પાણી, ખાવાનું, નારિયેળ પાણી જેવી સગવડો પુરી પડે છે.
નાથા ભાઈ છેલ્લા ૨ મહિનાથી પોરબંદર સિવિલમાં સમાજ સેવાનું કામ કરે છે અને જો કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે તેમાં પણ જરૂરી મદદ કરી રહ્યા છે. કોરોના દર્દીની આવી નિસ્વાર્થ સેવાને લોકો વખાણી રહ્યા છે. નાથા ભાઈ એ કહ્યું કે હું કોઈ નાત જાતને માનતો નથી અને મારાથી થાય એટલી મદદ કરું છુ.
જયારે કોઈપણ ગરીબ પોતાની સારવાર માટે હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પૂરતી માહિતી નથી હોતી અને અપૂરતી માહિતીથી ખુબજ તકલીફો પડતી હોય છે. આ માટે મેં નક્કી કયું કે આવા કપરા કારમાં લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે માટે હું કોઈપણ જાતની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરું છુ અને મારાથી થતી બધી મદદ લોકોને કરીશ.