બુધવારના આ ઉપાયથી કરો વિઘ્નહરતા ગણેશને પ્રસન્ન કરો. જેનાથી તમારા બધા વિઘ્નો દૂર થશે.
બુધવારનો દિવસ વિઘ્નહરતા ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે. ભગવાન ગણેશ રિદ્ધિ, સિદ્ધિના દાતા છે. ભગવાન ગણેશ તેમના ભક્તોના જીવનમાંથી દુઃખ અને સંકટ દૂર કરે છે.
જે પણ વ્યક્તિ સાચા દિલથી ભગવાન ગણેશની પૂજા કરે છે તેને અવશ્ય લાભ મળે છે. આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ કે તેને જો સાચા દિલથી કરવામાં આવશે તો તે તમને માલામાલ બનાવી દેશે.
બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઈને દુર્વાની 21 ગાંઠો ચઢાવો દુર્વા એટલે કુણું ઘાસ. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ધંધામાં પણ તેજી આવે છે. બુધવારના દિવસે ભગવાન ગણેશને સિંદુરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને લગાવો.આ ઉપાય કરવાથી જીવનની બધી તકલીફો દૂર થઇ જાય છે.
બુધવારના દિવસે ભગવાન ગણેશને મોદકનો ભોગ જરૂર ચઢાવો અને કોઈ ગરીબને મગની દાળનું દાન કરો. બુધવાળના દિવસે શ્રીફળને તમારા તકીયાની બાજુમાં રાખીને સુવો અને બીજા દિવસે આ શ્રીફળને ગણેશ મંદિરમાં દક્ષિણા સાથે ચઢાવો. આ ઉપાયો કરવાથી તમે રાહુ સબંધિત તકલીફોથી છૂટકળો મળેવી શકો છો.ભગવાન ગણેશને પાણીમાં પલાડેલા ચોખા ચઢાવો.