બુધવારના દિવસ ગણપતિને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પૈસાની કયારેય ખોટ નહિ થાય.
બુધવારનો દિવસ ભગવાન ગણપતિનો હોય છે. ભગવાન ગણેશને યાદ કરીને કરવામાં આવેલું કામ કદી વિફલ નથી થતું. એટલા માટે જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા માટે સૌથી શ્રેઠ માનવામાં આવે છે. બુધવારના દિવસ તેમની પૂજા કરવાથી અપાર ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે.
બુધવારના દિવસ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ગોળ અને ધાણાનો ભોગ ચઢાવો. આ ઉપાય કરવાથી શુભ અને લાભની પ્રાપ્તિ થાય છે. બુધવારના દિવસે ભગવાન ગણેશને દુર્વા ચઢાવવી ખુબજ શુભ માનવામાં આવે છે. દુર્વા એટલે લીલું કુણું ઘાસ. બુધવારના દિવસે તુલસીનું નીચે પડેલું પાંદડું ધોઈને ખાવું ખુબજ શુભ માનવામાં આવે છે.
બુધવારના દિવસે જયારે પણ કોઈ કામ કરવા માટે ઘરેથી નીકળો ત્યારે થોડી વરિયારી ખાઈને જ નીકરો આ કરવાથી અધૂરા કામ પુરા થઇ જશે. બુધવારના દિવસે પોતાની પાસે લીલો રૂમાલ જરૂર રાખો.
બુધવારના દિવસ ૐ નમઃ વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય કરવાથી મનને શાંતિ મળે છે. પૈસાના દેવાથી છૂટકારો મેળવવા માટે બુધવારના દિવસ ગાયને લીલું ઘાસ ખવડાવો.