ટ્રક અને બાઈકની જોરદાર ટક્કર, જેમાં એકનું મોત અને બીજો ઘાયલ…
હાલ રોડ અકસ્માતોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકોને જીવ પણ ગુમાવવો પાડે છે અને તેવી જ રીતે હમણાં ગુરુવારે નાગૌર જિલ્લાના ગોટન પાસે રજલાની ફાંટાની પાસે એક ભયાનક અકસ્માત થયો હતો
અને તેમાં એક બાઇક સવાર અને તેની સામે એક ટ્રકે ટક્કર મારતા અકસ્માત દરમિયાન એકનું મોત થયું હતું અને બીજો વ્યક્તિ ઘાયલ થયો હતો.આ અકસમાત દરમિયાન ટ્રકના ટાયરની નીચે આવતાં આ આધેડ બાઇક સવારનું તો ત્યાં ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
તેવામાં જ્યારે એક વૃદ્ધ વ્યક્તિને મોટી ઇજાઓ પણ પહોંચી હતી અને જયારે આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પણ અહીંયા તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી.અને પોલીસે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત રત્નારામ મેઘવાલને તાત્કાલિક ધોરણે ત્યાં રાજ્યની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર પણ આપી હતી
અને પછી રજા પણ આપી દેવામાં આવી હતી,આ અકસ્માતમાં મૃતક બાગદરામની લાશને સરકારી હોસ્પિટલ ગોટનમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવી હતી અને તેના પોટમોર્ટમની કાર્યવાહી કરાઈ હતી.
ગોટનમાં રહેતા બગદારામ પુત્ર પુનારમ મેઘવાલ અને રત્નારામ પુત્ર ભુરામરામ મેઘવાલ તેઓ જોધપુર રોડથી ગોટન બાજુ જઈ રહ્યા હતા અને તેવામાં એક ટ્રક જે જોધપુરથી આવી રહ્યો હતી
અને તેને ગોટનની નજીક રાજલાની ફાંટાની નજીક પાછળથી આવીને બાઇકને ભયાનક ટક્કર મારી દીધી હતી અને જેથી અહીંયા ઘટના સ્થળે પુત્ર પુનારમ મેઘવાલનું ઘટના સ્થળે જ મોત થયું હતું.