આ યુવતી જે બીમારીથી પીડાઈ રહી હતી, તેના જેવી તકલીફ બીજા લોકોને ના પડે તે માટે આવી રીતે લોકોની મદદ કરી રહી છે.

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેથી કરીને લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સપડાઈ ગયા છે.દેશની બધી હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે અને લોકોને બેડ પણ નથી મળી રહ્યા,ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે.લોકોને ઇન્જેક્શન માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે.લોકો હાલમાં બહુ જ મોટી તકલીફમાં મુકાઈ ગયા છે.

આ કોરોનાથી લોકોને ફેફસામાં કફ થઇ જાય છે અને તેથી જ લોકો હાલમાં આયુર્વેદિક ઉપચારની બાજુએ વર્યા છે.તેવામાં એક કરુણતાનો કિસ્સો અને કોરોના વોરિયર્સ તરીકેનું કામ કરતી એક યુવતી જે વડોદરાની છે

અને તેનું નામ યુક્તિ મોદી છે.તે હાલમાં વિદ્યાર્થીની છે અને તે હાલમાં બેચલર ઓફ સોસીયલ વર્કનો અભ્યાસ કરી રહી છે.તેને ઘણા વર્ષોની પહેલા અસ્થમાની બીમારીથી પીડિત થઇ હતી જેને આ બીમારીને હરાવવા કપૂર,અજમો અને લવિંગની પોટલી શ્વાસ લેવામાં ઘણી ઉપયોગી બની હતી.

જેથી તેને હાલમાં ચાલી રહેલી આ કોરોનાની મહામારીની અંદર લોકોને આ આયુર્વેદિક ઉપચાર આપવાનું નક્કી કર્યું હતું.આ યુક્તિ મોદીએ તેના વાપરવાના પૈસામાંથી કપૂર,લવિંગ,અજમો અને વિટામિન સી નો પાવડરની ખરીદીને તેની પોટલી બનાવીને રસ્તાઓની ઉપર ફરે છે

અને જે લોકો શાકભાજી વેચી રહ્યા છે તેમને રીક્ષા ચાલકોને,પોલીસને આ પોટલીઓ આપી રહી છે.તેટલું જ નહિ આ પોટલીને સુંગવાના ફાયદાઓ પણ તે લોકોને જણાવી રહી છે.

યુક્તિ મોદીએ અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ આવી પોટલીઓ લોકો સુધી પહોંચાડી છે,હાલમાં પણ તેની આ કામગીરી ચાલુ જ છે.જયારે યુક્તિને પૂછવામાં આવ્યું તો તેને એવું કહ્યું હતું કે,હાલમાં કોરોનાના મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે

અને તેથી ઓક્સિજનની પણ અછત ઉભી થઇ છે.લોકો હાલમાં મરી રહ્યા છે અને તેથી મને એક એવો વિચાર આવ્યો અને ત્યારથી જ મેં લોકો સુધી આ પોટલી પહોંચાડવાનું નક્કી કર્યું.

error: Content is protected !!