ભુજમાં મહિલાઓના સુકવેલા કપડાઓ ગાયબ થઇ જતા હતા અને તેનો રાજ ૬ મહિના પછી ખુલ્યું તો કારણ આવું બહાર આવ્યું..
કોઈ પણ જગ્યાએ એકબીજાના સુકવેલા કપડાઓ ત્યાંથી ઉડી જવા એ એક સામાન્ય બાબત છે પણ જો તમારા સુકવેલા કપડાં રોજે રોજ ગાયબ થઇ જાય તો તેને કોઈ લઇ જતું હોય તેવું બનતું હોય છે અને તેવો જ એક કિસ્સો ગુજરાતના ભુજનો બહાર આવ્યો છે અને અહીંયા છેલ્લા ૬ મહિનાથી દરરોજ ઘરની પાછળ સુકાતા કપડાંઓ ત્યાંથી ગાયબ થઇ જાય છે અને જેની અંદર ખાસ કરીને સ્ત્રીઓના કપડાં વધારે જતા રહેતા હતા.
આ કિસ્સોએ ભુજના લાલ ટેકરી વિસ્તારમાં રહેતા કિરીટ શાહની જોડે થયું હતું અને અહીંયા સુકાતા કપડાં જેમાં ખાસ કરીને સ્ત્રીઓના આ કિરીટ શાહના ઘરની પાછળ ગાયબ થવા લાગ્યા હતા અને તે ઘટના ૬ મહિનાથી ચાલતી હતી અને આ પ્રક્રિયાથી કંતારેલા આ ઉદ્યોગપતિએ તેમના કપડાને બચાવવાની માટે ઘરમાં સીસીટીવી કેમેરો પણ લગાવ્યો હતો અને થોડાક જ સમયની અંદર આ ચોરની ખબર પડી ગઈ હતી.
આ સીસીટીવીની મદદ વડે જે ચોર સામે આવ્યો તેની ઘટના એ એક આશ્ચર્યજનક ઘટના હતી અને તેનો ચોરએ બીજું કોઈ નઈ પણ તેનો પાડોશી જ હતો અને આની ખબર પડતા શાહ ભાઈએ તેના પાડોશીને બોલાવવા માટે ઘરેથી નીચે આવ્યો.
અને તેઓએ જોયું કે ચોર પાડોશીને તેના ઘરેથી ચોરેલી મહિલાનો જ ડ્રેસ પહેરેલો જોવા મળ્યો હતો અને ત્યારબાદ શાહે પાડોશીને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ પાડોશીએ શાહને તેની માટે કંઈજ નહતું કહ્યું અને પરિણામે પોલીસ ફરિયાદ નોંધાવી.
આ ફરિયાદના આધારે ભુજ બી ડીવીઝન પોલીસ તપાસ હાથ ધરી હતી અને આ ફરિયાદીએ આરોપ એવો લગાવ્યો હતો કે,આરોપીઓએ આશરે ૩૦ હજારની કિંમતના ૯૦ કપડાંઓ ચોર્યા હતા અને તેના બાદ પોલીસે તેમની વધુ તપાસ ચાલુ કરી હતી.
અને શાહના પાડોશીએ આવું કામ પણ કર્યું હતું.પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે,આ આરોપીની માતાનું હાલમાં જ અવસાન થયું હતું અને તે શાહ સિવાયના બીજા ઘણા પડોશીઓએ પણ તેમના કપડાં અને કેટલીક બીજી કિંમતી ચીજવસ્તુઓ ગાયબ થવાની ફરિયાદ પણ નોંધાવેલી છે.