ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે કરો આ ઉપાય.

સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથનો દિવસ છે. આ દિવસે ભોલેનાથની વિશેષ પૂજા કરવાથી અનેક લાભ થાય છે. આ ઉપાયોને કરવાથી ધન સબંધિત અને માનસિક તકલીફોથી છુટકારો મળે છે.

સોમવારના દિવસે શિવલિંગને દૂધ અને પાણીથી અભિષેક કરીને બીલી પત્ર ચઢાવવાથી વ્યવસાય અને ધન સબંધિત બધી તકલીફોથી છૂટકારો મળશે. સોમવારના દિવસે 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે.

સોમવારના દિવસે શિવ મંદિરમાં જાઓ અને ગરીબ લોકોને અન્ન દાન કરો. સોમવારના દિવસે કોઈ સુહાગણ સ્ત્રીને સુહાગના લાલ રંગના સામાનને દાન કરો. સોમવારના દિવસે શિવ મંદિરમાં દર્શન કરવા જાઓ અને ઘરે આવીને પક્ષીઓને બાજરી નાખો. ઉનાળામાં ઘરે પક્ષીઓને પીવા માટે પાણી મુકો આ ઉપાય કોઈ પણ બીમારીને તમારા શરીરથી કોસો દૂર રાખશે.

સોમવારના દિવસે ભગવાન શિવને એક ઘીનો દીવો કરો અને તેમાં એક લવિંગ નાખી દો. આ ઉપાયથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઇ જશે. જો તમે કોઈ પણ પૂજા કરવામાં અસમર્થ હોય તો

સોમવારના દિવસે ૐ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. સોમવારના દિવસેના દિવસે તાંબાના લોટમાં પાણી સાથે કાળા તાલનો શિવલિંગ પર અભિષેક કરવાથી ભગવાન શિવ ખુબજ પ્રસંન્ન થાય છે.

error: Content is protected !!