ભરૂચની કોવીડ હોસ્પિટલમાં આગ લાગતા મદદ માટે ઉમટ્યા હજારો લોકો. કુલ 16 લોકોના મૃત્યુ ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
ભરૂચની કોવીડ હોસ્પિટલમાં આગ લગતા 12 લોકોના મોત થયા છે. કોરોના મહામારી સામેની લડતમાં ગુજરાત રાતદિવસ મેહનત કરી રહ્યું છે. ત્યારે રાજ્યની કોવીડ હોસ્પિટલમાં આગના બનાવો ખુબજ વધી રહ્યા છે. મોડી રાતે ભરૂચની એક કોવીડ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 12 લોકોના મોત થયા છે.
આ ઘટનામાં હોસ્પિટલની બે નર્સના પણ મોત નિપજ્યા છે. જયારે 20 થી વધારે કોરોના દર્દીને બચાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કુલ 16 લોકોના મોત થયા છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ગુજરાત સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટનાની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલમાં શોક શર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.
ફાયરબ્રિગેડ, પોલીસ, દર્દીના પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં ફસાયેલા લોકોની બચાવવાની જુમ્બેશ ચલાવવામાં આવી હતી. ભરૂચની આ હોસ્પિટલમાં 100 કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.
બીજી બાજુ એવી પણ વાતો થઇ રહી છે કે ઓકિસજન લીક થવાના કારણે આગ લાગી હતી. હોસ્પિટલના ICU માં કુલ 27 દર્દીઓ હતા તેમાંથી 12 દર્દીઓ અને 2 હોસ્પિટલ સ્ટાફના મૃત્યુ થયા છે. બચાવાયેલા અન્ય દર્દીઓને ભરૂચની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.