ભરૂચના મુબીનભાઈ આજે ૧૫૦ ભેંસોના તબેલાથી રોજે રોજ ૭૦૦ લીટર દૂધનું ઉત્પાદન કરીને મહિને લાખો રૂપિયાની આવક કરે છે.
ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે અને તેની સાથે સાથે દેશભરમાં પશુપાલન પણ હાલમાં ખુબ જ આગળ વધી ગયું છે. આજે ઘણા યુવાનો તેમના અભ્યાસ પછી નોકરી કરવાને બદલે પશુપાલન અને ખેતી તરફ વળી ગયા છે અને તેમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.
આજે આપણે એવા એક પશુપાલક વિષે જાણીએ જેઓ ૧૫૦ કરતા પણ વધારે ભેંસોનો તબેલો ચલાવી રહ્યા છે.આ પશુપાલક ભરૂચના છે તેઓએ તેમના તબેલામાં ચાર ભેંસો દ્વારા તબેલો ચાલુ કર્યો હતો અને તેમાંથી આજે ૧૫૦ ભેંસો સાથે તેમનો તબેલો ચલાવી રહ્યા છે.
આજે આ તબેલો મુબીનભાઈ ચલાવી રહ્યા છે તેમના પિતાએ ૩૫ વર્ષ કરતા પણ પહેલા ૪ ભેંસોથી તબેલો ચાલુ કર્યો હતો. તેમના પછી તેમના દીકરા મુબીનભાઈ આ તબેલો ચલાવી રહ્યા છે.
તેમની પાસે આજે ૧૫૦ કરતા પણ વધારે ભેંસો છે અને તેઓ રોજે રોજ ૭૦૦ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. તેઓ આ દૂધ તેમની પોતાની ડેરી ચાલુ કરી છે અને ત્યાં જ તેઓ આ દૂધ અને તેની બનાવતો વેચવાનું કામ કરે છે.
તેમના તબેલામાં ચાર જુદી જુદી જાતિની ભેંસો છે અને તેમાં જાફરાબાદી, બન્ની અને હરિયાણાની પણ છે, તેનાથી તેઓ તેમનો તબેલો ચલાવી રહ્યા છે.આ તમામ ભેંસોને ખવડાવવા માટે દિવસમાં બે ટાઈમ લીલું ઘાસ, ખોળ અને બીજી ઘણી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આમ તેઓ આખો દિવસ રૂટિન મુજબ કામ કરે છે અને દિવસનું ૭૦૦ લીટર દૂધનું ઉત્પાદન કરી રહ્યા છે અને તેમાંથી સારી એવી આવક પણ તેઓ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.