ભારતની મદદ ભૂલીને અમેરિકાને જયારે ભારતની મદદ કરવાનો વાળો આવ્યો ત્યારે હાથ ઊંચા કરી દીધા.
ગયા વર્ષે કોરોનાના કહેર વચ્ચે અમેરિકાની મદદ કરવા માટે ભારતે કરોડો હાઈડ્રોકસિકલોરીફીન મોકલી હતી અને અમેરિકાને સમયસર મદદ મોકલી હતી પણ હવે એજ અમેરિકા અહેસાન ફરામોશ બન્યું છે.
અમેરિકાએ ભારતમાં કોવીડ વેક્સિનના નિર્માણમાં વપરાતા કાચા માલના નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાનો ના પાડી દીધો છે અને અમેરિકન પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતની જરૂરિયાત પુરી કરતા પહેલા પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપીશું.
અમેરિકાએ કહ્યું કે અમેરિકાના લોકો પ્રતે અમારી વિશેષ જવાબદારી છે.ભારતમાં વીકરતી પરિસ્થિતિને કારણે અમેરિકાને વિનંતી કરવા છતાં અમેરિકાએ ભારતની મદદ કરવાની ના પાડી દીધી છે.નવાઈની વાત તો એ છે કે અમેરિકા એક વર્ષ પહેલાની મદદ કેવી રીતે ભૂલી ગયું.
જયારે અમેરિકા કોરોના વાઇરસના સંક્રમણથી સૌથી વધુ પીડિત હતું ત્યારે ભારતે જ ટ્રેમ્પની વિનંતી પર કરોડો હાઈડ્રોકસિકલોરીફીન મોકલી હતી અને હવે એ જ અમેરિકા જુના ઉપકારને ભૂલીને
ભારતને વેક્સિનમાં ઉપયોગી થતા કાચા માલની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાનો ઇન્કાર કરી દીધો છે.અમેરિકાના આવા વલણથી ભારત અને અમેરિકાની દોસ્તી પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને આવા સમયે બધા દેશો એકબીજાની મદદે આવી રહ્યાં છે.