ભગવાનને ભોગ કેમ ચડાવવામાં આવે છે? તેની પાછળની રહસ્યમય કથા જાણો

વર્ષ ૧૯૮૯માં જ્યારે જગત ગુરુ શંકરાચાર્ય કાંચી કામકોટિ જીનો ક્વિઝનો કાર્યક્રમ ટીવીમાં ચાલતો હતો તે ટીવી શોમાં કોઈ એક વ્યક્તિએ તેમને એવું પૂછ્યુ હતું કે,આપણે ભગવાનને શા માટે ભોગ ચડાવીએ છીએ?

આપણે જે ભોગ ચડાવીએ છીએ તેમાં ભગવાન શું ખાય છે,શું પીવે છે.આવા પ્રશ્નોને સાંભળીને ત્યાંના બધા જ દર્શકો ગુરુજીની બાજુએ જોવા લાગ્યા અને દરેકે દરેક જણ આ પ્રશ્નના જવાબ માટે ઘણા ઘેરાઈ ગયા હતા.ત્યાં બેસેલા બધા જ વ્યક્તિઓ જવાબ જાણવાની માટે ઉત્સુક હતા.

પણ જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સવાલથી બિલકુલ ખચકાયા નહતા અને તેઓએ ખૂબ જ શાંત મનથી જવાબ આપ્યો હતો અને તેમાં તેઓએ એવું કીધું હતું કે,જ્યારે આપણે પ્રભુને ભોગ ચડાવીએ છીએ ત્યારે તે આપણી પાસેથી શું મેળવે છે તે તમારે સમજવાની વાત છે.

જેમ કે,ધારો તમે મંદિરમાં ભગવાનને લાડુ ચડાવવા જોઈ રહ્યા છો તો રસ્તામાં તમે જેને પણ જાણતા હોય તો કોઈને મળે છે અને એવું પૂછે છે કે,આ શું છે તો તમે તેને એવું કહો છો કે,આ લાડુ છે.અને ત્યારબાદ તે પૂછે છે કોનું છે પછી તમે એવું કહેશો કે તે મારુ છે.

અને જયારે તમે તે જ ભોગ ભગવાનના ચરણોમાં અર્પણ કરો છો,એક બીજું મળશે જે તમને ઓળખે છે અને તે પૂછે છે કે આ શું છે?

અને તેની માટે હવે તમારો જવાબ બદલાઈ ગયો છે.ત્યારબાદ તમે એવું કહો છો કે,આ પ્રભુનો પ્રસાદ છે. અને વ્યક્તિ પૂછે છે તે કોનું છે ત્યારે તમે એવું કહો છો કે,તે ભગવાન હનુમાનજીનું છે.

હવે આટલી બાબતમાં સમજવાની એવી વાત એ છે કે,આ લાડુ એક સરખા જ છે અને તેનો રંગ,રૂપ,સ્વાદ અને પરિમાણમાં કોઈ ફરક નથી પડતો.તેથી ભગવાનએ તેમાંથી શું લીધું છે અને તેણે તેનું નામ પણ બદલી નાખ્યું છે.

error: Content is protected !!