શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારે ઘરમાંથી ગરીબીને દૂર કરવી હોય તો મેં જણાવેલ આટલા ઉપાયો કરી લો.

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો વ્યક્તિ સવારે ઉઠીને મેં જણાવેલ કામો કરે છે. તો તેને ગરીબી માંથી હંમેશા માટે છુટકાળો મળે છે. જે વ્યક્તિ પણ સવારે ઉઠીને શ્રી કૃષ્ણ દ્વારા જણાવેલી વસ્તુઓના દર્શન કરે છે. તે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક્તા અને આર્થિક તંગી જેવી સમસ્યાઓ દૂર થાય છે અને તેનું જીવન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.

વ્યક્તિએ સાવરે ઉઠીને સીધા અરીસામાં પોતાનું મોઢું ન જોવું જોઈએ કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. તેનો પ્રભાવ ભાગ્ય પર પડે છે અને આર્થિક રીતે ખુબજ નુકશાનકારક સાબિત થાય છે. સવારે ઉઠતાની સાથે જ પોતાનો પડછાયો ન જોવો જોઈએ. પડછાયો વ્યક્તિના મનમાં ભ્રમ ઉત્પન્ન કરે છે અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ પણ લાવે છે.

સવારે ઉઠીને સૌથી પહેલા હથેળીના દર્શન કરવા જોઈએ. કારણ કે હથેળીના ઉપરના ભાગમાં માં લક્ષ્મી બિરાજમાન હોય છે. મધ્યમાં સરસ્વતીમાં અને શ્રી કૃષ્ણ બિરાજમાન હોય છે.

એટલે જ જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા હથેળીના દર્શન કરો છો તો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો તમને સવારે ઉઠીને અચાનક જ ગાય માતાના દર્શન થઇ જાય તો એનાથી બીજું શુભ કઈ નથી.

આ સમયે તમારી જે પણ મનની ઈચ્છા હોય તે મનમાં બોલી દો. તમારી એ ઈચ્છા પુરી થઇ જશે. સવારે ઉઠીને તુલસીમાતાના દર્શન જરૂર કરવા જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતા બધા રોગોથી છુટકાળો મળે છે. જીવન સુખમય બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!