ભગવાનનું નામ લેવાની ઉંમરે રોડ ઉપર બેસીને કામ કરવું પડે છે, તમે પણ દાદીમાની કહાની જાણીને રોઈ પડશો..
આપણે જાણીએ છીએ તેવી જ રીતે હાલમાં કોરોનાએ મોટી કહેર પકડી છે અને તેની વચ્ચે કેટલાક લોકોને પોતાનું જીવન ચલાવવાની માટે બહુ જ મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનાથી લોકો તેમની મોટી ઉંમરે પણ કામ કરવું પડતું હોય છે.તેવામાં અવાર નવાર કેટલાક માણસોની એમનું દુઃખદ કહાની જાણવા મળતી હોય છે.
તેવામાં જ એક કિસ્સો સુરતથી જોવા મળી રહ્યો છે ત્યાં એક ૭૫ વર્ષના દાદીમા જેમનું નામ સુંદરબેન છે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી મોચી કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે.તેઓ રોડની બાજુમાં બેસીને મોચી કામ કરે છે
અને તેઓ દિવસના રોટલા જેટલા પૈસા કમાવીને ગુજરાન ચલાવે છે.તેમના પરિવારની અંદર તેમના દીકરાની વહુ અને એક પૌત્ર છે બસ મારા બે દીકરાઓ પણ ભગવાનને ઘરે ચાલ્યા ગયા છે.આ દાદીમાં જ્યાં કામ માટે બેસે છે ત્યાંથી ૧૦ કિલોમીટર દૂર રહે છે અને દાદીમા રિક્ષામાં મુસાફરી કરીને તેમને કામ કરવાની જગ્યાએ આવે છે.
દાદીમા જે જગ્યાએ બેસીને કામ કરે છે ત્યાં તેઓ આખો દિવસ તડકે બેસીને પેટ માટે મજૂરી કરે છે અને તેઓ સવારે તેમના ઘરેથી સવારે ૭ વાગ્યે નિકરી જાય છે અને સાંજે ૬ વાગ્યે કામની જગ્યાએથી ઘરે જવા નિકરે છે.
દાદીમાની આવી કઠોળ મહેનત જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે.કોરોનાએ લોકોને રોડ પર પણ લાવી દીધા છે અને આ દાદીમાને તેવા સમયમાં જાતેજ મહેનત કરીને કમાઈને ખાવું પડે છે.તેઓ આખો દિવસ ખાલી પેટ માટે જે ઉંમરમાં તેમને ભગવાનનું નામ લેવાનું હોય છે તે ઉંમરમાં તેઓ ગુજરાન ચલાવવાની માટે મહેનત કરી રહ્યા છે.