છેલ્લા ૫ વર્ષથી આ દાદા ભગવાનના ફોટા વેચીને પોતાનું પેટ ભરી રહ્યા છે…

ભગવાને બનાવેલી આ દુનિયામાં દરેક લોકોને તેમનું જીવન ગુજારવા માટે મહેનત કરવી પડે છે, પણ એવા કેટલાય લોકો હોય છે જેમને ઘણી મહેનત પછી પણ એક ટાઈમનું ખાવાનું પણ નથી મળતું. આ લોકો બિચારા આખો દિવસ તનતોડ મહેનત કરે છે, પણ તેઓને તેમનું ગુજરાન ચલાવવા માટે મોટી મહેનત કરવી પડતી હોય છે.

તેવો જ એક કિસ્સો સુરતના અશ્વની કુમાર રોડ ઉપર આવેલા ભવાની સર્કલ પાસે એક કાકા ભગવાનના પોસ્ટરો વેચીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ કાકાનું નામ ભરતભાઈ છે

તેઓ છેલ્લા ૫ વર્ષથી અહીંયા જ જ્યાં બેસીને ભગવાનના ફોટા વેચે છે ત્યાં જ એક ખૂણામાં સુઈ જાય છે. તેમના પરિવારમાં બીજું કોઈ નથી અને તેઓ અહીંયા રોડ ઉપર બેસીને તેમનું ગુજરાન ચલાવે છે.

ભરતભાઈ એવું જણાવે છે કે, મારુ ખાવાનુ પણ કોઈ ઠેકાણું નથી હોતું, કોઈ આપી જાય તે ખાઈ લાઉ છું. મારે કેટલાક દિવસો તો ભૂખ્યા પણ ગુજારવા પડતા હોય છે. જો કોઈ દિવસ આ ફોટા વેચાય તો ૫૦ રૂપિયા કમાઈ લઉં છું અને તેનાથી મારુ પેટ ભરી લઉં છું. મારા પરિવારમાં બીજું કોઈ નથી હું એકલો જ છું. તેથી આ ફોટા વેચીને મહેનત કરીને મારુ પેટ ભરું છું.

આ કાકાએ તેમના જીવનની યાત્રામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અને હાલમાં પણ જીવનની આ પરીક્ષાનો સામનો તેઓ કરી જ રહ્યા છે.

Credit By – NANDINI BEN HIRPARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!