આ નસીબનો ખેલ તો જોવો, લગ્નના દિવસે જ વરરાજાએ અંતિમ શ્વાસ લીધો…

આ દુનિયામાં જે વ્યક્તિ જન્મ્યો છે તેનું મૃત્યુ નક્કી જ છે, તેવામાં કેટલાક એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે જેમાં પરિવારમાં ખુશીનો માહોલ હોય છે અને તે અચાનક શોકમાં ફેરવાઈ જતો હોય છે. પરિવારના લોકો ખુબ જ શોકમાં મુકાઈ જતા હોય છે અને તેનાથી તેઓ રડી રડીને તેમની હાલત એવી બનાવી દેતા હોય છે કે જેથી તમને પણ દયા આવી જાય.

આ કુદરત સામાન્ય માણસની ઉપર ગમે ત્યારે રૂઠી જતી હોય છે તેનો કોઈને પણ ખ્યાલ નથી હોતો. તેવામાં હૃદય કંપાવી નાખે તેવો એક કિસ્સો નજર સામે આવ્યો છે. અહીંયા એક યુવકએ તેના લગ્નના જ દિવસે પ્રાણ છોડ્યો.

આ ઘટના મધ્યપ્રદેશના ભીમ જિલ્લાના એક ગામની છે. જ્યાં લગ્નના જ દિવસે ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો. દુલ્હનના હાથમાંથી મહેંદીનો રંગ હજુ ગયો નથી ત્યાં તો વરરાજા શણગારેલી ગાડી લેવા ગયા હતા તો તેઓનું રસ્તામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે.

આ સમગ્ર ઘટના કિનોથા ગામ નજીક હાઇવે ઉપર થઇ હતી. જેવાં આ સમગ્ર બાબતની જાણ વરરાજાના પરિવારના લોકોને થઇ એવામાં આખો પરિવાર શોકમાં મુકાઈ ગયો હતો. આ કાર એક થાંભલાની સાથે અથડાઈ ગઈ હતી અને તેના કારણે કારમાં સવાર લોકો ઘાયલ થયા હતા અને વરરાજાનું મોત થયું હતું.

error: Content is protected !!