એક પિતા એક દીકરાને અગ્નિ દાહ આપીને ઘરે પહોંચ્યા ત્યાંતો બીજા દીકરાની નનામી તૈયાર જ હતી…

હાલમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતકી બની છે, જેથી હાલમાં મોટી દર્દનાક સ્થિતિ બની ગઈ છે. લોકો ઓક્સિજન અને બેડ માટે તડફડિયા મારતા જોવા મળી રહ્યા છે, તો કેટલાક રાજ્યોમાં થોડીક રાહત થઇ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ કોરોનાએ કેટલાય પરિવારના બધા જ સભ્યોને ભરખી જઈને તેમના ઘરને તાળાઓ પણ મરાયા છે.

તેવામાં કેટલાક દર્દીઓતો હોસ્પિટલની બહાર જ મૃત્યુ પામતા હોય છે, તેવામાં એક કિસ્સો એવો જ જાણવા મળ્યો છે જેને સાંભળીને તમે પણ રડી પડશો. કોરોના હવે ગામડાઓમાં પ્રસરી ગયો છે જેનાથી ગામડાઓની સ્થિતિ ગંભીર બની ચુકી છે.

નોઈડાના ગ્રૅનુંવેસ્ટના જલાલપુર ગામમાં છેલ્લા ૧૦ દિવસોમાં ૨૦ થી પણ વધારે લોકોના કોરોનાને કારણે મોટ થયા છે. તેવામાં આ ગામમાં એક દિવસમાં જ પોતાના બે દીકરાઓના મોતથી તેમના પિતાને મોટો સદમો લાગ્યો છે.

જલાલપુર ગામના આ પિતા જેમનું નામ અતરસીંગ ના દીકરા પંકજને અચાનક તાવ આવ્યો હતો અને તેનાથી તેનું મૃત્યુ થઇ ગયું હતું. તો તેને અંતિમ સંસ્કાર કરવા સ્મશાને લઇ ગયા હતા તે અંતિમ વિધિ પુરી કરીને ઘરે આવ્યા તો જોયું તેમનો બીજો દીકરો દીપકે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

આ બંનેને તાવ આવ્યો જેમાં તેમનું ઓકિસજન લેવલ ઓછું થઇ ગયું અને પરિણામે બંને દીકરાઓનું મૃત્યુ થઇ ગયું. જેથી આ પિતાને મોટો સદમો લાગ્યો છે અને આ દીકરાઓની માતા સતત બેહોશ થઇ જાય છે. જેથી આખું ગામ શોકાતુર બન્યું હતું, આ ઘટના હૃદયકંપાવી નાખે તેવી બની હતી. આમ એક જ દિવસમાં એક માં બાપે તેમના બે દીકરાઓનને ગુમાવ્યા છે, આ કોરોના હવે ક્યારે જશે તેની વાત તમામ લોકો જોઈ રહ્યા છે.

error: Content is protected !!