કળિયુગમાં લોકોનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુ કળિયુગના અંત સુધી અહીં રહેશે ?

આપણને બંને ખબર છે કે ઘણા મહાપુરુષો કળિયુગના અંત વિષે માહિતી આપી છે સાથે સાથે ઘણા ગ્રંથોમાં પણ કળિયુગ વિષે ઘણી વાતો કહેવામાં આવી છે અને તે આજે સાચી પડતી જણાઈ રહી છે.

શાસ્ત્રોમાં જણાવ્યા આનુસાર કળિયુગના અંત સુધી બે દેવતાઓ પૃથ્વી પર રહેશે. તેમાં એક પવનપુત્ર હનુમાન અને બીજા ભગવાન વિષ્ણુ છે. કળિયુગના અંત સુધી ભગવાન વિષ્ણુ તિરૂપતિ બાલાજીના રૂપમાં પૃથ્વી પર રહેશે.

તિરૂપતિ બાલાજીએ લોકોને કળિયુગના પ્રકોપથી બચાવવા માટે પૃથ્વી પર જન્મ લીધો છે અને ભગવાન વિષ્ણુ કળિયુગના અંત સુધી તિરૂપતિ બાલાજીમાં નિવાસ કરશે. આજ કારણથી તિરૂપતિ બાલાજીને કળિયુગનું વૈકુંઠ કહેવામાં આવે છે. તિરૂપતિ બાલાજી મંદિરની આજુ બાજુ 7 ડુંગરોની હાલમાળા આવેલી છે. જે શેષ નાગનું પ્રતિનિધિત્વ કરે છે.

કળિયુગમાં વધારે પડતા રાક્ષસોના ત્રાસના કારણે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર આવતાર લીધો હતો અને રાક્ષસો પૃથ્વીને પાતાળમાં લઇ ગયા હતા તેથી પુથ્વીને પાતાળમાંથી બહાર લાવ્યા હતા

અને લોકોનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુએ કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેવાનું નક્કી કર્યું અને આજે તિરૂપતિ બાલાજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ પૃથ્વી પર સાક્ષાત છે.

error: Content is protected !!