એક દીકરી ભગવાનને પૂછી રહી છે, આ કેવો ન્યાય મારા લગ્નને થોડાક જ દિવસો બાકી હતા અને મારા પપ્પા અને ભાઈને તમે કન્યાદાન માટે પણ ના રહેવા દીધા…

રોજે રોજ માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, તેવામાં આ અકસ્માતોમાં એવા કેટલાય પરિવારોનો માહોલ ખુશીઓથી દુઃખમાં ફેરવાઈ જતો હોય છે. તેવો જ એક કિસ્સો બિહારના કટિહારમાં એક ભયાનક અકસ્માતમાં થયો છે અને તેમાં ૭ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

આ અકસ્માતમાં પિતા, પુત્ર અને ત્રણ પડોશીઓ પણ હતા. આ અકસ્માત બની ગયા પછી સમસ્તીપુરના રોસડામાં રહેતી એક પુત્રીની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ છે. જેમાં તેના ભાગ્યને કોઈએ શ્રાપ આપ્યો હોય તેવી રીતે તે દીકરી ભગવાનને પૂછી રહી છે હે ભગવાન આખરે તારો આ કેવો ન્યાય છે. આ અકસ્માતમાં પુત્રીના પિતા અને ભાઇનું પણ મૃત્યુ થયું હતું.

થોડાક જ દિવસો પછી આ યુવતીના લગ્ન ગોઠવાયા હતા, પણ તેના લગ્ન પહેલા તેના પિતા અને ભાઈનું નિધન થઇ ગયું હતું. જેમાં હવે ખાલી તેનો ૧૨ વર્ષનો નાનો ભાઈ તેમના ઘરમાં એક ખાલી પુરુષ બચ્યો છે.

જે મકાનની અંદર લગ્નના માહોલમાં થોડા દિવસો પછી ઢોલ વાગવાના હતા ત્યાંના માહોલમાં હાલ અચાનક શોકનો અવાજ આવી ગયો છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં યુવતીના

સબંધીઓ સિવાયના તેમના બાજુમાં રહેતા પડોશીઓ પણ હતા. જેમાં આ મૃતકોનાં નામ રામસ્વરૂપ અને તેનો ભાભી સંતોષ સાહ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે સંતોષ શાહ કાર ચલાવતો હતો.

આ બધા લોકો સવારે છોકરીના સસરાના ઘરે છોકરાને શગુન આપવા તિહાર કુરસેલાના ફુલવારીયા ગામે જઈ રહ્યા હતા. જ્યાં જતા અચાનક તેમની કાર કોસી નદીના કટારિયા પુલા નજીક જ એક ટ્રક સાથે ટક્કર વાગી ગઈ હતી.

આ ટ્રક પૂર્ણિયાથી નવગછિયા બાજુ જઇ રહી હતી. આ સ્કોર્પિયો કાર ટ્રકની સાઈડ કાપવા ગયો અને તેમાં અચાનક સામેથી બાઈક આવી ગયું. આ બાઇક અને પુલના રેલિંગને ટાળવાનો પ્રયાસ કર્યો પણ કાર અસંતુલિત બની અને ટ્રક સાથે સીધી ટકરાઈ ગઈ હતી. સ્કોર્પિઓ કારમાં કુલ ૧૦ લોકો સવાર હતા, જેમાં ખાલી ત્રણ જ લોકો બચી ગયા છે.

આ અકસ્માત થઇ ગયા પછી આખા ગામમાં શોકની લાગણી થઇ ગઈ હતી જેવા એક સાથે સાત લોકોના મૃતદેહને ગામમાં એક સાથે ગામમાં લવાયા હતા. આ દ્રશ્ય જોઈને ભલભલાની આંખો ભીની થઇ ગઈ હતી. જેમાં આ દીકરીના થોડાક જ દિવસોમાં લગ્ન થવાના હતા અને બીજી બાજુ આ અકસ્માતમાં પિતા અને ભાઇને ગુમાવ્યા જેથી દીકરીના ખુબ જ રડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!