ભગવાન શિવનો સૌથી મોટો ભકત, પોતાના લગ્નમાં શરીરે ભભુતી લગાવી હાથમાં ત્રિશુલ લઈને યુવક પરણવા ગયો, શિવરાત્રીના દિવસે લગ્ન કરી અધૂરી ઈચ્છા પુરી કરી.
મિર્ટો તમે આજ સુધી ઘણા લગ્ન જોયા હશે પણ આવા અનોખા લગ્ન નહિ જોયા હોય જેમાં એક ભક્ત પોતાના લગ્નમાં શરીર પર ભભુતી લગાવીને પહોંચ્યો હતો. વાત એમ છે કે ગોધરાનો રિષભ પટેલ ભગવાન શિવનો પ્રેમ ભકત છે.
માટે તેને શિવરાત્રીના દિવસે પોતાના લગ્નનું આયોજન કર્યું હતું શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને સતી માતાના લગ્ન થયા હોવાથી,મોટા ભાગે એ દિવસે કોઈ લગ્ન નથી કરતુ, પણ ભગવાન શિવ અને સતી માતાના આશીર્વાદ મળે એ માટે તેને પોતાન લગ્ન શિવરાત્રીના દિવસે જ ગોઠવ્યા હતા.
અને લગ્નમાં શિવ બનીને જ ગયો હતો તેને પોતાના હાથમાં ત્રિશુલ લીધું હતું, શરીર પર ભભુતી લગાવી હતી. માથા પર ચંદનનો મોટો તિલક કર્યો હતો, ગળામાં ભગવાન શિવની જેમ રુદ્રાક્ષની માળાઓ લપેટી હતી.
લોકો રિષભનો આવો અવતાર જોઈને ખુબજ આષ્ચર્ય ચકિત થઇ ગયા હતા. રિષભે આવી રીતે લગ્ન કરીને અનોખી રીતે પોતાની શિવભક્તિને ઉજાગર કરી હતી, ત્યાર પછી સંપૂર્ણ લગ્નની વિધિ મહાદેવના મંદિરમાં રાખવામાં આવી હતી. મહાદેવની સમક્ષ જ આ લગ્નની વિધિ પતાવવામાં આવી હતી. બાઈ યુવકોના મુકાબલે રિષભની જીવન શૈલી જરા હટકે છે.
તેને જણાવ્યું કે લાંબા વાળા અને લાંબી દાઢી રાખે છે અને કપાળમાં દરરોજ તિલક કરે છે અને તેને આવી સ્થતિમાં સ્વીકારે અને તેની ભાવનાઓનું સન્માન કરે તેની જ યુવતી સાથે તે લગ્ન કરવા માંગતો હતો અને તેને સતી માતા જેવી યુવતી સાથે લગ્ન કરી પોતાનું આ સપનું પૂરું કર્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.