ભગવાન શિવના અનોખા ભક્ત, છેલ્લા ૭ વર્ષથી આ જાપાનનું યુગલ દર શિવરાત્રીએ રાજકોટના આર્ષ વિદ્યા મંદિરે આવીને હવનમાં બેસી મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરે છે.

દેવોના દેવ મહાદેવ જેમનો અનેરો મહિમા છે અને તેથી જ મહાશિવરાત્રીના દિવસે ભક્તો ઘણી મોટી સંખ્યામાં ભોળાનાથના શિવાલયોમાં દર્શને જતા હોય છે. ભોળાનાથ તેમના દરેક ભક્તોની મનોકામનાઓ પુરી કરતા હોય છે.

આ દિવસે શિવજીના દર્શને વિદેશના ભક્તો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે.આજે એક એવા જાપાનના યુગલ વિષે જાણીએ જેઓ છેલ્લા ૭ વર્ષથી મહાશિવરાત્રી ઉજવવા માટે રાજકોટ આવે છે.

આ યુગલ રાજકોટના મુંજકા વિસ્તારમાં આવેલ આર્ષ વિદ્યા મંદિરમાં શિવરાત્રીના દિવસે વિશેષ પૂજા અને હવનમાં બેસે છે. આ કપલે વર્ષ ૨૦૧૬ થી અહીંયા આવવાનું ચાલુ કર્યું હતું અને આજે પણ અહીંયા આવે છે.

આ કપલના નામ તોશ અને સાઓડી છે જેઓએ અહીંયા વૈદિક અભ્યાસ કરે છે, તેઓ અહીંના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના શિષ્ય છે, આ કપલને અહીંયા ખુબ જ ગમે છે અને તેઓ ભોળાનાથના અનોખા ભક્ત છે તેથી જ અહીંયા આવે છે અને દર્શન સાથે હવન પણ કરે છે.

આમ તેઓ દરવર્ષે અહીંયા આવે છે અને મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે.આ કપલ તેમને ભાગ્યશાળી ગણાવે છે અને અહીંયા તેઓ મહાશિવરાત્રીના દિવસે તપ જપ સાથે આરાધના કરીને ભગવાન શિવની ભક્તિ કરે છે.

આમ તેઓ અહીંયા આવીને ધન્યતાનો અનુભવ પણ કરે છે અને તેથી જ દર વર્ષે અહીંયા તેઓ ભક્તિ કરવા માટે આવે છે અને ભક્તિ કરીને તેમના જીવનમાં ખુબ જ ખુશ રહે છે. તેઓ આવનારા વર્ષોમાં પણ ભક્તિ માટે અહીંયા આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!