બે બાળકોએ રમત રમતમાં બે ચિતાઓ બનાવી અને એ જ ચિતા પર થોડા જ દિવસમાં તેમના જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આ જોઈને આખું ગામ હીબકે ચડ્યું.

ઘણા એવા કિસ્સાઓમાં આખા ગામમાં શોકના વાદળો છવાઈ જતા હોય છે, આપણે બધા જ લોકોને પણ આવા કિસ્સાઓ વિષે સાંભળીને ઘણું દુઃખ લાગતું હોય છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો છે જે છત્તીસગઢના રાયગઢમાં જશપુરનગરની છે.

૩૧ ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી જેમાં નારાયણપુર વિસ્તારમાં કાર અકસ્માતમાં બે બાળકોના મૃત્યુ થયા હતા.૩૧ ડિસેમ્બરે સેન્દ્રીમુંડામાં સરના ચોકની પાસે એક અલ્ટો કાર ઝાડની સાથે જોરદાર ટક્કર થઇ જતા

જે બાળકો જેમના નામ શિવમ અને ગીતેશનાં મૃત્યુ થઇ ગયા હતા. આ કારમાં ત્રણ જણા હતા અને ત્રણેય લોકોને આ ટક્કર પછી ઈજાઓ પહોંચી હતી અને તેમાં એક સાથે બે લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને એકને ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનામાં એવું બન્યું હતું કે જે લોકોના મૃત્યુ થયા છે તેમના મિત્રોએ એવું જણાવ્યું હતું કે, શિવર અને ગીતેશે બંને તેમના મિત્રોની સાથે થોડા દિવસ પહેલા ચાર મિત્રો તેમના ગામની નદીના કિનારે ગયા હતા અને ત્યાં રમ્યા હતા

ઘણા બધા લાકડાઓ ભેગા કરીને એક ચિતા બનાવી છે અને શિવમે એક કબર પણ બનાવી હતી.આ બધી ઘટનાનો વિડિઓ પણ એક મિત્રએ બનાવ્યો હતો અને જેમાં આ બંને યુવકોના મૃત્યુ પછી પરિવારમાં બધા જ સભ્યો દુઃખી થયા હતા.

તેના પછી બંને બાળકોના અંતિમ સંસ્કાર તે જ જગ્યાએ કર્યા હતા જ્યાં તેઓએ નદી કિનારે ચિતા બનાવી હતી. એવામાં પરિવારે એવું કહ્યું કે તેમના બાળકો કોઈ દિવસે નદી કિનારે આજ સુધી નથી આવતા અને એક જ વખતે તેઓ રમવા આવ્યા હતા અને આવું બન્યું આ વાત સાંભળીને બધા જ લોકો ઘણા દુઃખી થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!