વીરપુર જલારામ બાપાના દર્શન માત્રથી આ અર્ધપાગલ યુવાન સાજો થઇ ગયો અને તેને સારી નોકરી પણ મળી ગઈ.

વીરપુર જલારામ બાપના ચમત્કારિક પરચાઓ ઘણા લોકોને થયા હશે. ત્યારે વલસાડથી એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે જ્યાં આખો દિવસ હસતો રહેતો અર્ધપાગલ થઇ ગયેલો બેરોજગાર યુવાન કે જે આખો દિવસ દુકાનના ઓટલા પર આળોટતો રહેતો હતો તે એકવાર વીરપુર જલારામ બાપાના દર્શન કરીને આવ્યો પછી એકદમ સાજો થઇ ગયો અને તેને તરત નોકરી પણ મળી ગઈ.

આ યુવાનનું નામ આશિષ છે તે ૨૪ વર્ષનો છે અને મૂળ રાજસ્થાનનો છે. આશિષ 12 મુ ભણ્યા પછી તે એક ટ્રાન્સપોર્ટ ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરવા લાગ્યો હતો. તેની નોકરી લોકડાઉનના કારણે જતી રહી તો તે એક દિવસ ટ્રક માંથી વલસાડ ઉતરી ગયો.

પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં તેને વલસાડમાં કોઈ પણ પ્રકારની નોકરી મળી નહિ અને તે આખો દિવસ બસ સ્ટેશન, રેલવે સ્ટ્રેશન અને દુકાનો આગળના ઓટલાઓ પર સૂતો રહેતો હતો અને મંદિરોમાં ખાઈને દિવસો પસાર કરતો હતો.

આવી પરિસ્થિતિમાં આશિષે પોતાના મગજનું સંતુલન ગુમાવી દીધું હતું એવામાં તેના ગળામાં એક રૂપિયાનો સિક્કો ફસાઈ ગયો હોવાથી તેનું બોલવાનું પણ બંધ થઇ ગયું અને આખો દિવસ હસતો રહેતો હતો.

ત્યારે વલસાડના એક સેવાભાવિ ઉચ્ચ અધિકારીને ગરીબ અને અસહાય લોકોને વીરપુર જલારામ બાપના દર્શન કરવાની ઈચ્છા થઇ ત્યારે અર્ધપાગલ થઇ ગયેલા આશિષને પણ જલારામ બાપાના દર્શન કરવાનો લાભ મર્યો. આશિષ જેવો વલસાડ આવ્યો કે તેને એક 12 હજારની નોકરી મળી ગઈ અને તેનું માનસિક સંતુલન પણ સારું થઇ ગયું. જલારામ બાપા હંમેશા ચમત્કારિક રીતે દુખિયાના દુઃખોને દૂર કરે છે.

error: Content is protected !!