આ માતા પોતાના ત્રણ બાળકો માટે રસોઈ બનાવી રહી હતી, તે વખતે થઇ એવી ઘટના કે જેમાં માતા અને તેના ત્રણ બાળકોના મૃત્યુ થઇ ગયા, આજે આ બાળકોના દાદી રડી રહ્યા છે.

દરેક વ્યક્તિઓના જીવનમાં ઘણા એવા દુઃખદ બનાવ બની જતા હોય છે અને તેનાથી તેને આખી જિંદગી સુધી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. હાલમાં એક એવું જ બનાવ બન્યો છે જેમાં ગેસ સિલેન્ડર લીકેજ થવાથી આ બનાવ બન્યો હતો. આ બનાવ બિહારના મુઝફ્ફરનગરમાં મીનાપુર વિસ્તારમાં આવેલા નંદાણા ગામમાં આ બનાવ બન્યો હતો.

સિલિન્ડર લીકેજ થતા જ એક સાથે પરિવારના ત્રણ બાળકોના મૃત્યુ થઇ ગયા હતા અને તેની માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઈ હતી

અને ત્યાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. આ મહિલાના પતિ દિલ્હીમાં કામ કરે છે અને આ મહિલા તેની સાસુ સાથે રહેતી હતી. જે વખતે સાસુ હોસ્પિટલમાં આવ્યા એ વખતે તેઓએ એવું કહ્યું હતું કે તેઓ શાકભાજી લેવા માટે બજારમાં ગયા હતા.

જે વખતે આ બનાવ બન્યો એવામાં આગ ઘરમાં ફેલાઈ ગઈ હતી અને પછી તેમને બચાવવા માટે ઘણી મહેનત કરી અને અંતે આગને કાબુમાં લેવામાં આવી હતી. આ મહિલાનું નામ શોભા દેવી હતું અને તે તેના ત્રણ બાળકોની માટે દૂધ ગરમ કરીને રસોઈ બનાવતી હતી. એ વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આ બનાવ બની ગયો હતો.

આ આગ લાગવાથી તે અને તેમના ત્રણ બાળકો તેની સપેડમાં આવી ગયા હતા, એ વખતે આસપાસના લોકોએ ગમે તે કરીને આગ પર કાબુ મેળવ્યો હતો અને તરત જ આ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં બધા જ બાળકોના મૃત્યુ થઇ ગયા હતા અને માતાનું પણ મૃત્યુ થઇ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!