પાંચ મહિનાથી વિખુટા પડેલા માં દીકરાની જોડીનું હિંમતનગરમાં પુનઃ મિલન થતા ખુબજ લાગણી સર દ્રશ્યો સર્જાયા…

દરેક દીકરા માટે તેની માતા તેના જીવનમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હોય છે. મહેસાણામાં થોડા દિવસ પહેલા માનસિક રીતે અસ્થિર મહિલા મળી આવી હતી. તાપસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાનું કોઈ નથી અને તેના પરિવારની જાણકારી ના મળતા મહિલાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી.

પછી મહિલાને હિંમતનગર ખાતે મોકલવામાં આવી હતી.મહિલાની સતત પૂછપરજ કરતા મહિલાના પરિવારની કોઈ જાણકારી ના મળતા મહિલાના હાથમાં રહેલા ફોનની તાપસ કરવામાં આવી હતી.

ફોનનો કોલે ડિટેલ્સ કાઢીને વારાફરથી એક પછી એક નંબર પણ ફોન કરવામાં આવ્યો હતો. જેમાં એક ફોન મહિલાના દીકરાને જ લાગી ગયો હતો. માતાની જાણકારી મળતા દીકરો.

રાજસ્થાનથી સીધો હિંમતનગર આવી ગયો હતો. જ્યાં માતા પોતાના દીકરાને ઓળખી ગઈ હતી. બંને એક બીજાને ભેટીને રડી પડ્યા હતા. દીકરાએ જણાવ્યું કે તેની માતાની માનસિક સ્થિતિ થોડી ખરાબ થઇ જવાથી તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.

મહિલા છેલ્લા ૫ મહિનાથી પોતાના ઘરેથી ગુમ થઇ ગઈ હતી. દીકરાએ માતાની શોધ કરવા દિવસ રાત એક કરી દીધી હતી.પણ માતાની કોઈએ જાણકારી ના મળતા દીકરો માતાની યાદમાં રોઈને દિવસો કાઢી રહ્યો હતો. પણ પાંચ મહિના પછી માં દીકરાનું મિલન થતા ખુબજ લાગણીસર દ્રશ્યો સર્જાયા હતા. દીકરાએ સંસ્થાના બધા જ કર્મચારીઓનો ખુબજ આભાર માન્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!